May 17, 2024

આજે SRH અને RR વચ્ચે ‘મહામુકાબલો’

IPL 2024: આજે SRH vs RR વચ્ચે મેચ રમાવાની છે. આ મેચનું આયોજન હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આવો જાણીએ કે કેવો રહેશે બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ અને પીચ રિપોર્ટ આવો જાણીએ.

પિચની સ્થિતિ કેવી રહેશે
હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બીજી આઇપીએલ મેચ રમવા માટે તૈયાર છે. આજે હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમ વચ્ચે મહામુકાબલો થવાનો છો. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી બંને ટીમો પ્લેઓફ માટે પોતપોતાની દાવેદારી કરી રહ્યું છે. આજની મેચ ખરાખરીનો મુકાબલો જોવા મળી શકે છે.

ટીમ ખુબ મજબૂત
IPLના અત્યાર સુધીમાં ઈતિહાસમાં હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટોટલ 18 વખત મેચ રમાઈ છે. જેમાંથી 9 મેચ રાજસ્થાનની ટીમ અને 9 મેચ હૈદરાબાદની ટીમ જીતી હતી. આ સ્કોર ઉપરથી કહી શકાય કે બંને ટીમ ટક્કરની છે. જેના કારણે આજની મેચમાં ખરાખરીનો ખેલ ચોક્કસ થશે. રાજસ્થાનની ટીમે વર્ષ 2008માં આઈપીએલનું ટાઈચલ જીત્યું હતું. હૈદરાબાદે 2016માં ટાઈટલ જીત્યું હતું. છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો રાજસ્થાને ત્રણ અને હૈદરાબાદે બેમાં જીત મેળવી છે. આ વખતની સિઝનમાં રાજસ્થાનની ટીમ ખુબ મજબૂત જોવા મળી રહી છે.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સે થોડા દિવસોમાં SRH ટીમનો મોટો રેકોર્ડ તોડ્યો

હૈદરાબાદ પિચ રિપોર્ટ
જો હૈદરાબાદની પીચની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બેટ્સમેનોનો દબદબો જોવા મળે છે. આ મેદાનની પિચ એકદમ સપાટ જોવા મળે છે. અહિંયાના સ્કોરની વાત કરવામાં આવે તો 200થી વધુ અને 250 રન બનાવ્યા છે. સ્પિનરો અહીં બોલિંગમાં ચોક્કસ અસર દેખાડી શકે છે. મેચ શરૂઆત થતાની સાથે જ થોડી હિલચાલ જોવા મળી શકે છે. આજની મેચમાં ઘણા રેકોર્ડ બની શકે છે. જે અત્યાર સુધી આ સિઝનમાં કયારે પણ તમને જોવા નહીં મળ્યા હોય. રાજસ્થાનની ટીમ IPL પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. હૈદરાબાદની ટીમની વાત કરીએ તો 10 પોઈન્ટ સાથે 5માં નંબર પર છે. જો આજની મેચમાં જીત મળે છે. તો 4 સ્થાન પર આવી જશે.