November 1, 2024

સોના-ચાંદીના ભાવમાં વધારો, સોનું પહોંચ્યું 75 હજારને પાર

અમદાવાદ: દિન-પ્રતિદિન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હાલ સોનાનો ભાવ રૂપિયા 75 હજારને પાર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ રૂપિયા 88200 પ્રતિકિલો થયો છે. તમને જણાવી દઇએ કે છેલ્લા 3 મહિનામાં સોનાનો ભાવ રૂપિયા 11 હજારનો વધારો નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે આ વચ્ચે સોનાનો 75900 રૂ તોલે પહોંચ્યો છે. તો ચાંદીનો ભાવ પણ રૂપિયા 88200 પ્રતિકિલો થયો છે. ચાંદીના ભાવમાં પણ છેલ્લા ત્રણ માસમાં રૂ.16 હજાર જેટલો વધારો થયો છે. સોનાના ભાવ વધતા બજારમાં ગ્રાહકી ઘટી રહી છે. ફેડરલ બેંકની બેઠક બાદ વ્યાજદર ઘટવાની શક્યતા છે. વધુમાં જણાવ્યું છે કે વ્યાજદર ઘટે તો આગામી સમયમાં સોનાનો ભાવ ઘટી શકે છે.

75 હજાર સુધી સોનાનો ભાવ

માર્કેટ એક્ષપર્ટના અનુમાન અનુસાર જૂનથી ફરી લગ્નની સીઝન શરૂ થઇ જશે. તેનાથી સોનાની માંગમાં વધારો આવશે. જેનાથી આવનાર દિવસોમાં સોનાની અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. જેને લઇને આ વર્ષના અંત સુધી સોનું 75 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઇ શકે છે. જ્યારે ચાંદી 85 હજાર પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે.