May 17, 2024

ટીમ સિલેક્શન પર રોહિત અને અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યા જવાબ

T20 World Cup 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આજે રોહિત શર્મા અને અજીત અગરકરને અંગેની કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં રોહિત શર્મા અને અજીત અગરકરે ઘણા મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા હતો.

પોતાના મંતવ્યો આપ્યા
રોહિત શર્મા અને અજીત અગરકરે ગુરુવારે આ અંગેની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. બંનેએ તાજેતરમાં જાહેર થયેલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ અંગેની આ પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા કરી હતી.

આ કર્યા સવાલ
કેએલ રાહુલને કેમ પડતો મૂકવામાં આવ્યો તેના સવાલમાં અજિત અગકરકરે કહ્યું કે અમને મધ્યમાં એક ખેલાડીની જરૂર હતી. કેએલ ટોચ પર બેટિંગ કરી રહ્યો છે. અહિંયા કોણ સારૂ છે અને કોઈ સારૂ નહી તેની વાત નથી. રિંકુ સિંહની પસંદગી કેમ ન થઈ તે સવાલ પણ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં અગરકરે કહ્યું, રિંકુ સિંહે કંઈ ખોટું કર્યું નથી. રિંકુને પડતો મૂકવો એ સૌથી મુશ્કેલ નિર્ણય હતો. તે તેની ભૂલ નથી. આ કમનસીબ છે.

આઈપીએલના આધારે પંસદગી
હાર્દિકને લઈને અજીત અગરકરે કહ્યું કે તે લાંબી રજા પછી આવ્યો છે. અમે જાણીએ છીએ કે તે ટીમમાં શું લાવે છે અને કેટલું સંતુલન લાવે છે. સદભાગ્યે તે આ આઈપીએલમાં સારી રીતે સ્વસ્થ થઈ ગયો છે. આ સાથે શિવમ દુબેને લઈને સવાલ કરવામાં આવ્યો જેમાં કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, તે આક્રમક બેટિંગ કરે છે અને તે ખરાબ નથી. અમે ઈચ્છતા હતા કે કોઈ વ્યક્તિ મધ્ય ઓવરોમાં સમાન ભૂમિકા ભજવે અને મુક્તપણે રમે. અમે શિવમ દુબેને IPLમાં તેના પ્રદર્શનના આધારે પસંદ કર્યો છે.

આ પણ વાંચો: આજે SRH અને RR વચ્ચે ‘મહામુકાબલો’

ઘણી મેચ રમી છે
રોહિત શર્માએ સ્પિનરોને લઈને કહ્યું કે હું ચોક્કસપણે ચાર સ્પિનરો ઈચ્છતો હતો. અમે વેસ્ટ ઈન્ડિઝમાં ઘણી મેચ રમી છે. એમે આ સ્થિતિને ચોક્કસ જાણીએ છીએ. મેચ સવારે 10-10.30 વાગ્યે શરૂ થશે. તેમાં થોડું ટેકનિકલ પાસું સામેલ છે. હાર્દિકને લઈને તેણે કહ્યું કે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે મેદાનમાં ઉતારવા માંગુ છું. અક્ષર અને જાડેજા પણ સારી બેટિંગ કરે છે અને કુલદીપ અને ચહલ આક્રમક સ્પિનરો છે જે અમને સારું સંતુલન આપે છે.