May 21, 2024

મોદી સરકાર 3.0ના પ્રથમ 100 દિવસનો એજન્ડા નક્કી, 50થી 70 લક્ષ્યાંકો પર થશે કામ

PM Modi 3.0:  દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્રણ તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. ભાજપ આ ચૂંટણીમાં 400ને પાર કરવાનો દાવો કરી રહી છે. એટલું જ નહીં, મોદી સરકારે ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસનો એજન્ડા પણ તૈયાર કર્યો છે. મોદી સરકારના 3.0 ના પ્રથમ 100 દિવસોમાં નવી સરકારના સ્વરૂપ અને ઉદ્દેશ્યને સ્થાપિત કરવા માટે 50 થી 70 આવશ્યક લક્ષ્યો અને ભલામણોનો સમાવેશ થવાની અપેક્ષા છે. આ તમામ નિર્ણયોને જરૂરિયાત મુજબ પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પણ વાંચો: જીવતા તો શું, તમે મૃત્યુ પછી પણ દફનાવી નહીં શકો, PM મોદીના પ્રહાર

સરકારની યાદીમાં 75 થી 80 યોજનાઓ છે
સૂત્રોના જણાવ્યા અનુસરા, હાલમાં યાદીમાં 75-80 યોજનાઓ અને દરખાસ્તો હોવા છતાં તેને ઘટાડીને 50 કરવાનો ઈરાદો છે. લોકસભા 2024ના પરિણામોમાં એક મહિના કરતાં ઓછો સમય બાકી છે, સરકાર આગામી કાર્યકાળ માટે નવા શાસન કાર્યસૂચિનો એજન્ડા તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. જેમાં પ્રથમ 100 દિવસની યોજના તેમજ મધ્યમ ગાળા અને લાંબા ગાળાનો એજન્ડા સામેલ હશે.

આ પણ વાંચો:  PM મોદીએ SC-ST-OBCની અનામત મામલે કોંગ્રેસને ‘સીધું સટ’ પરખાવી દીધુ

ચૂંટણી પરિણામો બાદ આ યોજનાઓ પર કામ શરૂ થશે
વડા પ્રધાને કહ્યું છે કે દેશ માટે તેમની 100 દિવસની યોજના લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને નિર્ણય લેવામાં કોઈ વિલંબ ટાળવા માટે તેને 4 જૂન પછી તરત જ શરૂ કરવામાં આવશે. 100-દિવસના એજન્ડા માટેની શોર્ટલિસ્ટને પણ પ્રાસંગિકતા અને તાકીદના આધારે વિભાજિત કરવામાં આવી રહી છે, ET એ જાણ્યું છે. આ યોજનાઓને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવી રહી છે, આ A, B અને C છે.

ત્રણેય વર્ગોના લક્ષ્યો શું છે?

  1. કેટેગરી A લક્ષ્યો સર્વોચ્ચ અગ્રતાના છે અને વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ તેની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ સિવાસ કેટેગરી B લક્ષ્યાંકો કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ દ્વારા પ્રથમ થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે.
  2.  અધિકારીઓએ જણાવ્યું કે કેટેગરી Cના લક્ષ્યો લાંબા ગાળાના છે, જેને આગામી 2-3 વર્ષમાં અમલમાં મૂકવાની યોજના છે.
  3.  આ ઉદ્દેશ્યોની વિગતવાર વિચારણા કરવા માટે સરકારના ઉચ્ચ સ્તરે બેઠકોના અંતિમ રાઉન્ડ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો:  કોંગ્રેસને વોટ આપવો એ પાકિસ્તાનને વોટ આપવા સમાન છે: નવનીત રાણાના નિવેદન પર વિવાદ

100 દિવસનો પ્લાન કોણ તૈયાર કરી રહ્યું છે?
કેટલાક મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ કેબિનેટ સચિવ, વડા પ્રધાનના અગ્ર સચિવ અને નીતિ આયોગ સાથે વારંવાર બેઠકો કરી રહ્યા છે. આ તમામ સરકારના લક્ષ્યાંકો નક્કી કરવામાં મદદ કરી રહ્યા છે. આ યોજનાના કેન્દ્રમાં સચિવોના 10 પ્રાદેશિક જૂથો (SGO) છે, જે મોદી સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં, લોકસભાની ચૂંટણીની જાહેરાતના એક મહિના પહેલા સ્થાપવામાં આવ્યા હતા. 10 SGOSને આવશ્યક ક્ષેત્રો અને વિષયોમાં ભાવિ શાસન માટે 100-દિવસની યોજના, મધ્ય-ગાળાના ઉદ્દેશ્યો અને લાંબા ગાળાના લક્ષ્યાંકો વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. 10 SGOની થીમ્સ અને સેક્ટર્સમાં સુરક્ષા અને વિદેશી બાબતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઈનાન્સ અને ઈકોનોમી, ટેકનોલોજી, ગ્રામીણ અને કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ, વાણિજ્ય અને ઉદ્યોગ, સંસાધનો, કલ્યાણ અને સામાજિક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.