July 27, 2024

Iranની રાષ્ટ્રપતિના હેલકોપ્ટર ક્રેશ પાછળ કોઈ ષડયંત્ર? Israelની ભૂમિકાને લઈને મોટો દાવો

IRAN: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના પ્રદેશમાં ક્રેશ થયું હતું. રઇસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દોલ્લાહિયન પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. આ ઘટનામાં તમામના મોત થયા હોવાની આશંકા છે. રાષ્ટ્રપતિ રઇસી અને વિદેશ મંત્રી હુસૈન સહિત કોઈના પણ બચવાના નિશાન નથી. બચાવ ટીમના હવાલાથી આ સમાચાર છે.

રેસ્ક્યુ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. હેલિકોપ્ટર ક્રેશની આ ઘટના કાવતરું છે કે અકસ્માત છે તે સ્પષ્ટ નથી. આ દરમિયાન ઈઝરાયેલની ભૂમિકાને લઈને મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ ઈઝરાયેલની ન્યૂઝ એજન્સી કાને દાવો કર્યો હતો કે કોઈના બચવાની કોઈ શક્યતા નથી. આ પછી ઈઝરાયેલ પર શંકા વધુ વધી ગઈ.

ઈઝરાયેલની ભૂમિકાને લઈને મોટો દાવો
જો કે, ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર ક્રેશની ઘટના અંગે ઈરાન તરફથી જે પણ અહેવાલો આવી રહ્યા છે તેના પર ઈઝરાયેલ નજીકથી નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલ આ ઘટના પર કંઈ પણ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યું છે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈઝરાયેલે સ્પષ્ટ કહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશની આ ઘટનામાં તેની કોઈ ભૂમિકા નથી. ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ઈરાનની અંદરના કેટલાક લોકો ક્રેશમાં ઈઝરાયેલની કથિત સંડોવણી વિશે કાવતરાના સિદ્ધાંતો ફેલાવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, આ 10 જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી

ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હતો
ઈઝરાયેલે કહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશની આ ઘટના ખરાબ હવામાનના કારણે બની છે. આ ઘટના સાથે અમારે કોઈ લેવાદેવા નથી. તમને જણાવી દઈએ કે આ ઘટના ઈરાનની રાજધાનીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાનની સરહદ પાસે આવેલા જોલ્ફા શહેરમાં બની હતી. રઇસી રવિવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા માટે અઝરબૈજાનમાં હતા. પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.