May 21, 2024

દમણ : મિલકતના ઝગડામાં BJP નેતાની તેના ભાઈએ જ કરી હત્યા…

ન્યૂઝ કેપિટલ, દમણ: દમણ ખાતે મિલકતના ઝગડામાં બીજેપી નેતાની હત્યાં થી ચકચાર મચી હતી. મિલકતના ઝગડામાં ભાઈ એ ભાઈનું કાળશ કાઢ્યું. દમણનાં બીજેપી નેતા વિકી ટંડેલની લોહી લુહાણ હાલતમાં તેના ઘરની બહારથી આજુબાજુનાં લોકોએ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, ત્યારબાદ દમણ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ વિક્કી ટંડેલને હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કરતા દમણ પોલીસએ હત્યાંનો ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દમણ ખાતે અશોક કાશી ટંડેલ અને વિક્કી કાશી ટંડેલ બંને ભાઈઓ વચ્ચે વર્ષોથી પ્રોપટીને લઇ ઘર કંકાસ હતો. 7 મેંના રોજ અશોક લંડનથી દમણ આવ્યો હતો અને બંને ભાઈ નાની દમણ ખાતે જોડે રહેતા હતા. ગત્ત રાત્રે બંને ભાઈઓ વચ્ચે મિલકત વિવાદને લઇ ઝગડો થયો હતો, જે ઝગડામાં મોટા ભાઈ અશોક ટંડેલએ નાના ભાઈ વિક્કી ટંડેલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં વિક્કી ટંડેલ ગંભીર રીતે ઘાયલ થતાં, ઘર ના ઓટલા પર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. મિલકતનાં ઝગડામાં ભાઈ જ ભાઈનો હત્યારો બન્યો હતો. દમણ ખાતે બનેલી ઘટનાએ સમગ્ર દમણમાં ચર્ચાઓનો વિષય બની ગયો હતો. સમાજમાં પણ બે ભાઈઓના ઝગડા બાદ એકનું મોત અને બીજાને જેલ થતાં સોપો પડી ગયો હતો.

આ પણ વાંચો: કાઠી દરબારોના સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ, નવાગામથી સૂરજદેવળ સુધી રથયાત્રા કાઢી

બાઈટ – દમણ પોલીસના PSIના જણાવ્યા અનુસાર, વિક્કી ટંડેલ ઉર્ફે વિક્કી કાશીને લોહી લુહાણ હાલતમાં ફળિયામાં રહેતા લોકોએ હોસ્પિટલ અને પોલીસની મદદ વડે પહોંચાડ્યો હતો, જોકે ત્યાં હાજર તબીબોએ વિક્કી ટંડેલને મૃત જાહેર કર્યો હતો. લોકસભા ચૂંટણી પેહલા વિક્કી ટંડેલ ઉર્ફે કાશી બીજેપીમાં જોડાયો હતો બીજેપીના યુવા નેતા તરીકે દમણ બીજેપીના ઉપાધ્યક્ષના હોદ્દા પર હતો વિક્કી ટંડેલ અને અશોક ટંડેલ બંને સગા ભાઈઓ છે. બંનેનો પરિવાર દમણ અને લંડન ખાતે પણ વસવાટ કરતો હતો. અશોક ટંડેલ 7 તારીખના રોજ જ લંડનથી આવ્યો હતો.

દમણ પોલીસે આજરોજ સવારે અશોક ટંડેલ કાશીને તેનાજ ઘરેથી ઝડપી પાડી વધુ પૂછ પરછ કરતાં અશોક કાશીએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ્યો હતો. અશોક અને વિક્કી બંને ભાઈ ઓ વચ્ચે મિલકતને લઇ ઝગડો હોવાનું કારણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે દમણ પોલીસે અશોક ટંડેલની ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.