May 20, 2024

નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સમાં જોરદાર ઉછાળના કારણે માર્કેટમાં તેજી

અમદાવાદ: દિવસભર જોરદાર ઉતાર-ચઢાવ જોયા બાદ ભારતીય શેરબજાર સપાટ બંધ થઈ ગયું છે. જોકે, છેલ્લા બે સત્રમાં ઘટાડાની અપેક્ષા રાખતા મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. આજના સેશનમાં એનર્જી અને ઓટો શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. આમ છતાં BSE સેન્સેક્સ 46 પોઈન્ટ ઘટીને 73,466 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સપાટ બંધ રહ્યો હતો.

BSE માર્કેટ કેપ રૂ. 400 લાખ કરોડને પાર
આજના ટ્રેડિંગમાં બજારની તેજીના કારણે BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 400 લાખ કરોડને વટાવીને રૂ. 400.85 લાખ કરોડ પર બંધ થઈ ગઈ છે. જ્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ રૂ. 398.43 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગમાં માર્કેટ કેપમાં રૂ. 2.42 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે. માર્કેટમાં ટ્રેડ થયેલા 3926 શેરોમાંથી 2133 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 1661 શેર ઘટ્યા હતા.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં ક્યાં કેટલા ટકા મતદાન થયું? જાણો તમામ માહિતી

માર્કેટની સ્થિતિ
આજના કારોબારમાં ઓટો, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સ ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે બેન્કિંગ, આઈટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સ નુકસાન સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરો આજના સત્રમાં ફરી પાછા ફર્યા અને મિડકેપ ઈન્ડેક્સ 50 હજારને પાર કરીને 361 પોઈન્ટના ઉછાળા સાથે 50036 પોઈન્ટ પર બંધ થયા. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 94 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર ઉછાળા સાથે અને 15 નુકસાન સાથે બંધ થયા હતા.

વધતા અને ઘટતા શેર
ટાટા મોટર્સનો શેર 2.43 ટકા, પાવર ગ્રીડ 2.25 ટકા, એનટીપીસી 1.89 ટકા, એલએન્ડટી 1.53 ટકા, મારુતિ સુઝુકી 1.41 ટકા, નેસ્લે 1.19 ટકા, રિલાયન્સ 1.18 ટકા જ્યારે એશિયન પેઈન્ટ્સ 2.31 ટકા, અલ્ટ્રા 16 ટકા, અલ્ટ્રા. 1.65 ટકાના ઘટાડા સાથે.