May 17, 2024

તેજીની સાથે બંધ થયુ શેર માર્કેટ, સેન્સેક્સ 72,000ને પાર

Stock Market Closing: અઠવાડિયાનો છેલ્લો દિવસ શેર માર્કેટ માટે રાહત ભર્યો રહ્યો છે. આઈટી સ્ટોક્સમાં જોરદાર વેચવાલી જોવા મળી છે. જેના કારણે માર્કેટ તેજી બાદ બંધ થયું છે. જેમાં બેકિંગ, ઓટો અને ફાર્મા સ્ટોક્સનું મોટું યોગદાન રહ્યું છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ખરીદી જોવા મળી છે. આજે બજાર બંધ થાય એ સમે BSE સેન્સેક્સ 190 અંકના ઉછાળ સાથે 72,832 અને નિફ્ટી 84 અંકના ઉછાળ સાથે 212,097 પર બંધ રહ્યો છે.

રોકાણકારોની સંપતિમાં વધારો
આજના ટ્રેડમાં બજારમાં તેજીના કારણે રોકાણકારોની સંપતિમાં ઉછાળા સાથે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સની માર્કેટ વેલ્યુ 382.13 લાખ કરોડ બની છે. જે ગત સત્રમાં 380 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે આજના સત્રમાં શેર માર્કેટ કેપિટલાઈજેશનમાં 2.13 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. BSE ડેટા અનુસાર આજે કુલ 3906 સ્ટોક્સની ટ્રેડિંગ થઈ. જેમાં 2431 સ્ટોક્સમાં તેજી તો 1375 સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. તો 100 જેટલા શેરમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

આ પણ વાંચો:  રવિવારે ખુલ્લી રહેશે દેશની તમામ બેંકો, કારણ છે ખાસ

શેરની સ્થિતિ
આજના માર્કેટમાં બેંકિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓયલ એન્ડ ગેસ સ્ટોક્સમાં શાનદાર તેજીની સાથે બંધ થયું છે. આઈટી સ્ટોર્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સ 838 અંકના ઘટાડા સાથે બંધ થયા છે. તો નિફ્ટીના 50 શેરમાંથી 37 શેરમાં તેજી અને 13 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરમાંથી 21 શેરમાં તેજી તો 9માં ઘટાડો જોવા મળ્યો છે.