May 20, 2024

ગરમીમાં શરીરને ઠંડક આપશે રોઝ ડ્રાયફ્રૂટ શેક

Food Spcial: ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે આપણા ખોરાક અને કપડામાં પણ ફેરફાર શરૂ જાય છે. હવે ઠંડી વાનગીઓ ખાવામાં લોકોનો રસ વધતો જઈ રહ્યો છે. ત્યારે આજે અમે તમારા માટે ખુબ જ ઠંડી અને ડ્રાયફ્રૂટથી ભરપુર શેકની રેસિપી લઈને આવ્યા છીએ. આજે આપણે રોઝ ડ્રાઈ ફ્રૂટ શેક ખુબ જ ઓછી વસ્તુઓથી અને ઓછા સમયમાં ઝટપટ તૈયાર થઈ જાય છે. ગુલાબ અને ડ્રાય ફ્રૂટ્સના સ્વાદથી આ શેક ખુબ જ ટેસ્ટી બને છે.સામગ્રી
2 કપ દુધ
2 ચમચી ગુલાબની પાંદળીઓ
3 ચમચી ગુલાબની સિરપ
1 ચમચી ગુલાબ જળ
1/4 કર મિક્સ ડ્રાઈ ફ્રૂટ્ય
ખાંડ સ્વાદ અનુસાર

સામગ્રી
– સૌથી પહેલા ગ્રાઈડરના જારમાં દુધ, ગુલાબ સિરપ, ગુલાબ જળ અને ખાંડને ઉમેરી શેક તૈયાર કરો
– આ શેકને ગ્લાસમાં લઈ લો. હવે તેને ડ્રાઈ ફ્રૂટ્સથી ગાર્નિસ કરો
– તૈયાર છે રોઝ ડ્રાઈ ફ્રૂટ શેક
– સર્વ કરતા પહેલા તેને ગુલાબની પાંદળીઓથી ગાર્નિસ કરો.