May 17, 2024

સુરેન્દ્રનગરમાં મોદીના કોંગ્રેસ પર પ્રહાર – તેનું ચાલશે તો ટેન્ડર પણ ધર્મના આધારે વહેંચશે

સુરેન્દ્રનગરથી પ્રધાનમંત્રી મોદી ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. આ સમયે તેમણે જણાવ્યું કે  25 વર્ષના લક્ષ્યની સાથે આપણે નીકળ્યા છીએ. આ વખતે મતદાનનો રેકોર્ડ તૂટશે. વિકસિત ભારત માટે તમારે મોદીને મજબૂત કરવો પડશે. શાળામાં ભલે જેટલા પણ નંબર આવ્યા હોય  ભલે 100માંથી 100 આવ્યા હોય માર્કસ રિપોર્ટ કાર્ડ જ્યાં સુધી તેના માતા-પિતાને બતાવે નહીં ત્યાં સુધી ખુશી મળતી નથી. એમ હું પણ મારા પરિવાર ગુજરાતને આ રિપોર્ટ બતાવા આવ્યો છું.

કોંગ્રેસે ગોટાળા કર્યા
આ સમયે કોંગ્રેસને ટાંકીને કહ્યું કે દરેક વસ્તુમાં કોંગ્રેસ ગોટાળા કર્યા છે. એવી વિકટ સ્થિતિમાં તમે લોકોએ મને આગળ મોકલ્યો હતો. હવે 10 વર્ષમાં તમે એક પણ ગોટાળાના સમાચાર તમે સાંભળ્યા છે ? તમારા બેટાના રિપોર્ટ કાર્ડ જોઈને તમને ગર્વ થાય છે કે નહીં, સાથીઓ 10 વર્ષ પહેલા ગરીબ લોકોને સરકાર પર ભરોસો તૂટી ગયો હતો. ગરીબને લાગી રહ્યું હતું કે તેના માટે આ સરકાર છે જ નહીં. આજે આખો દેશ તમારા દિકરા પર પ્રેમ વરસાવી રહ્યો છે.

દુનિયામાં ભારતનો ડંકો
દિલ્હીમાં તમારે દિકરો બેઠો છે. તમને તે સાંભળીને સંતોષ થાય છે કે નહીં. જ્યારે ગરીબનું પેટ ભરાઈ છે ત્યારે તમને ગર્વ થાય છે કે નહીં? આવો જ ગર્વ તમને હંમેશા રહેશે. કોઈ કહેતું હતું કે ભારત કમજોર દેશ છે પાડોશી દેશો ગમે ત્યારે બોમ્બ ફોડી દેતા હતા. મોટી મોટી કંપનીઓ ભારતમાં આવતી ના હતી. હવે જોવો કેટલીક કંપનીઓ ભારતમાં આવી રહી છે. હું ગુજરાતમાં આવ્યો છું તો ગુજરાતી બોલવી જોઈએ. પરંતુ મીડિયા વાળા કહે છે કે હું હિન્દી બોલું.  દેશનો આજે દુનિયામાં ભારતનો ડંકો વગડી રહ્યો છે. તેનું કારણ મોદી નથી તેનું કારણ તમારો મત છે.

દુનિયા ચોંકી ગઈ
ભારત આજે આત્મનિર્ભર બની રહ્યો છે. 10 વર્ષ પહેલા 11 નંબરની અર્થવયવસથા હતી. દુનિયા પણ વિચારતી હતી કે ભારતની ગાડી જેમ તેમ ચાલી રહી છે. પરંતુ તમે તમારા બેટાને 10 વર્ષ પહેલા બેસાડ્યો હતો. કોરોનાના સમયે દુનિયા ચોંકી ગઈ કે એક એકલો એવો દેશ હતો કે આ મહામારી સામે ટકી રહ્યો હતો.

તેઓ વધુમાં જણાવે છે કે, રાજકોટ હોય ભાવનગર હોય તેમ મોટી સંખ્યાના ઉદ્યોગો માટે કામે લાગ્યા છીએ. મોટું કામ તમારા પડોશમાં આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ ઘરઆંગણે બની ગયું. હવે ઇલેક્ટ્રિક વ્હિકલનો જમાનો છે. પીએમ સૂર્યઘર યોજના છે. તમારું ઘરનું વીજળીનું બિલ ઝીરો, મફત, કાના માત્રા વગરનું. સૂર્યઘર યોજનાથી સોલાર પેનલ લાગશે. તમે વીજળી પેદા કરશો. વધારાની વીજળી સરકાર પોતે ખરીદી શકશે. તમે જે બિલ આપો છો તેની જગ્યાએ વીજળી વેચીને કમાણી કરી શકશો. આ ગાડીઓ ચલાવો છો તે, પેટ્રોલ-ડીઝલનો ખર્ચો ઝીરો કરી દેવાનો છે. મફતમાં ચાલશે, કાના માત્રા વગરનું. સોલાર પેનલ લાગશે, રાત્રે સ્કૂટી-સ્કૂટર રાત્રે ચાર્જ કરી દેવાની. બાપુડી ચલાવ્યા કરો અમદાવાદ જઈને આવો એક રૂપિયો ખર્ચો નહીં. બે હાથમાં લાડવા છે કે નહીં. આ તમારો નરેન્દ્રભાઈ પાંચેય આંગળી ઘીમાં કરાવી દે કે નહીં. એટલા માટે બધાય પોલિંગ બૂથ જીતવા છે.’