December 4, 2024

MS Dhoni સ્નાયુની સારવાર માટે લંડન જશે? જાણો સમગ્ર માહિતી

MS Dhoni Injury: ચેન્નાઈ સુપર કિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જોકે આવું ખાલી 3 વખત થયું છે કે CSK ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર નિકળતાની સાથે ધોનીના સંન્યાસને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે ફરી એક વાર મહેન્દ્ર સિંહ ધોનીને લઈને એક માહિતી સામે આવી છે.

ધોની વિશે મોટા સમાચાર
આઈપીએલ 2024 દરમિયાન એમએસ ધોની ઈજાથી પરેશાન જોવા મળ્યો હતો. એમ છતા તેણે આ સિઝનની તમામ મેચ રમી હતી. ત્યારે સવાલ એ છે કે ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં. IANSના એક સૂત્રએ આપેલી માહિતી અનુસાર સ્નાયુની ઈજાની સારવાર માટે લંડન જઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ધોની લંડનમાં સારવાર કરાવ્યા બાદ જ નિવૃત્તિ અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો: IPL 2024: અમદાવાદમાં રમાશે ક્વોલિફાયર-1 મેચ, શું વરસાદ બનશે વિઘ્ન?

મોટો નિર્ણય લેશે
CSKના સૂત્રએ આપેલી માહિતી અનુસાર ધોની સ્વસ્થ થયા બાદ ભાવિ રણનીતિ અંગે નિર્ણય લઈ શકે છે. કારણ કે તે સંપૂર્ણ રીતે ફિટ નથી. અંદાજે તેને સાજા થવામાં 5થી6 મહિનાનો સમય લાગી શકે છે.  જોકે આઈપીએલની આ વખતની સિઝનમાંથી CSKની ટીમ બહાર થઈ ગઈ છે. CSK તેની છેલ્લી લીગ તબક્કાની મેચ RCB સામે રમી હતી. જેમાં CSKને હારનો સામનો કરવો પડ્યો હતો.

ધોની રાંચીની સડકો પર
મહેન્દ્ર સિંહ ધોનીને બાઇક ચલાવવાનો શોખ છે. જેનો વીડિયો ઘણી વખત સામે આવે છે. સમયે સમયે તેના વીડિયો ચાહકોને મળતા રહે છે. આ પહેલા ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ એક વખત વીડિયો દ્વારા ધોનીના ઘરના ગેરેજની થોડી ઝલક બતાવી હતી. ત્યારે ફરી એક વખત ધોની રાંચીની સડકો પર બાઇક ચલાવતો જોવા મળ્યો છે. આ વીડિયો તેના કોઈ ક્રિકેટ ફેને બનાવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્રિકેટ ફેન દ્વારા બનાવેલા વીડિયોમાં તે બાઇક ચલાવીને ઘરમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તેના ઘરનો લાલ દરવાજો પણ દેખાઈ રહ્યો છે.