July 27, 2024

આજે Ahmedabadમાં KKR અને SRH વચ્ચે મહામુકાબલો

KKR vs SRH Pitch Report: IPL 2024ની પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે અમદાવાદમાં રમાશે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે બંને ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. આજની મેચ ખુબ રોમાંચક રહેવાની છે.

ફાઈનલની ટિકિટ મળશે
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ વખતની સિઝનમાં 14 મેચમાં 8 જીત પ્રાપ્ત કરી હતી. આ સાથે 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ 14 મેચમાં 9 જીત મેળવી હતી. 20 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને રહી હતી. આજે જે ટીમ હારશે તે એલિમિનેટર મેચની વિજેતા ટીમ સાથે ક્વોલિફાયર 2 રમશે. આ વખતની સિઝનમાં આ બંને ટીમ ખાલી 1 વખત આમને-સામને આવી છે. આજના દિવસે બીજી વખત મેચ તેમનો મુકાબલો થશે. જે પહેલી મેચ હતી, તેમાં KKR ટીમે સનરાઇઝર્સને 4 રને હરાવ્યું હતું. તે સમયે પણ મેચ ખુબ રોમાંચક જોવા મળી હતી. ત્યારે આજની મેચ પણ જોરદાર રહેશે.

આ પણ વાંચો: IPL 2024: અમદાવાદમાં રમાશે ક્વોલિફાયર-1 મેચ, શું વરસાદ બનશે વિઘ્ન?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટ્સમેનોનો દબદબો જોવા મળે છે. અહિંયા છેલ્લી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વરસાદના કારણે મેચ રદ્દ કરી દેવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 32 IPL મેચ રમાઈ છે. જેમાં બેટિંગ કરનારી ટીમ 14 વખત જીતી છે અને ટાર્ગેટનો પીછો કરતી ટીમ 18 વખત જીત પ્રાપ્ત કરી છે. આ વખતની આઈપીએલમાં અહીં 6 મેચ રમાઈ છે. જેમાં જેણે પ્રથમ બેટિંગ કરી છે તેણે 2માં જીત મેળવી છે. ટાર્ગેટનો પીછો કરતી ટીમ 4 વખત મેચ જીતવામાં સફળ રહી છે.

બંને ટીમ

કોલકાતા નાઈટ રાઈડર્સ: રિંકુ સિંહ, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, અનુકુલ રોય, સુયશ રાણા શર્મા, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, દુષ્મંથા ચમીરા, શ્રીકર ભરત, ચેતન સાકરિયા, શેરફેન રધરફર્ડ, સાકિબ હુસૈન, અલ્લાહ ગઝનફર, રમનદીપ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટમાં), સુનિલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન)

સનરાઈઝર્સ હૈદરાબાદ: ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, માર્કો જ્હોન્સન, મયંક માર્કન્ડે, એડન માર્કરામ, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, ઝાટવેધ સુબ્રમણ્યમ, ફઝલહક ફારૂકી, આકાશ મહારાજ સિંહ, ટ્રેવિસ હેડ, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટમાં), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, રાહુલ ત્રિપાઠી, સનવીર સિંહ, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, વિજયકાંત વ્યાસકાન્ત, ટી નટરાજન, અભિષેક શર્મા, ઉમરાન મલિક, મયંક અગ્રવાલ.