મહિલાઓને આ રોગોનું છે સૌથી વધારે જોખમ

Health Problems Woman: પરિવારની સંભાળ રાખતા રાખતા મહિલાઓ પોતાની જ સંભાળ રાખવાનું ભૂલી જતી હોય છે. ઘણી બધી સમસ્યા મહિલાઓને સમય જતા થતી હોય છે. સ્ત્રીઓ કયા રોગોથી વધુ પીડાય છે?

ડાયાબિટીસ
ડાયાબિટીસ મહિલાઓમાં વધારે જોવા મળે છે. સાયલન્ટ કિલર રોગનો ભોગ તમે બનવા માંગતા નથી તો તમારે કસરત કરવી જોઈએ. ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે તમારે યોગ રોજ કરવા જોઈએ.

સર્વાઇકલ કેન્સર
દર બે મિનિટે એક મહિલા સર્વાઇકલ કેન્સરને કારણે મહિલાઓના મોત થઈ રહ્યા છે. ગર્ભાશયનું કેન્સર પણ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. વધતી ઉંમરના કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આહાર યોજનામાં કેલ્શિયમયુક્ત ખોરાક અને પીણાંનો સમાવેશ કરવો જોઈએ.

આ પણ વાંચો: ICC રેન્કિંગમાં વિરાટ કોહલીની મોટી છલાંગ, રોહિતને થયું નુકસાન

સ્તન કેન્સર
સ્ત્રીઓમાં સૌથી વધારે સ્તન કેન્સર થતું હોય છે. જેના કારણે મહિલાઓ માટે તે ચિંતાનો વિષય ચોક્કસ છે. સ્તન કેન્સરનું જોખમ તમારે ઘટાડવું છે તો તમારે તમારા આહાર પર ધ્યાન દેવું જોઈએ. જો તમે એવું નહીં કરો તો થોડા જ સમયમાં તમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.