નેપાળમાં ‘રાજાશાહી’ માટે હિંસક વિરોધ પ્રદર્શન, કાઠમંડુમાં આગચંપી બાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યુ

Curfew In Many Areas Of Nepal: નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે ‘રાજાશાહી’ના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પરિસ્થિતિ વધુ વણસી ગયા બાદ, વહીવટીતંત્રે ટીંકુને, સિનામંગલ અને કોટેશ્વર વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો. પરિસ્થિતિ વધુ વણસી ગયા બાદ, વહીવટીતંત્રે તિનકુને, સિનામંગલ અને કોટેશ્વર વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો હતો. નેપાળ-ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક આજે રાત્રે 10 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યું છે. નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનોમાં એક પત્રકાર સહિત બે લોકોના મોત થયા છે.

સ્થાનિક મીડિયા અનુસાર, હિંસા ત્યારે વધી જ્યારે દેખાવકારોએ સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. જવાબમાં સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ દરમિયાન, વિરોધીઓએ એક બિઝનેસ કોમ્પ્લેક્સ, એક શોપિંગ મોલ, એક રાજકીય પક્ષના મુખ્યાલય અને એક મીડિયા હાઉસની ઇમારતને આગ ચાંપી દીધી હતી. આ હિંસક ઘટનામાં 12થી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે, જ્યારે ઘણા વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે.

હજારો વિરોધીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા
આજે યોજાયેલા આ પ્રદર્શનમાં હજારો ‘રાજાશાહી’ સમર્થકોએ ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શન મુખ્યત્વે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) અને અન્ય ‘રાજાશાહી’ તરફી જૂથો દ્વારા કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ નેપાળના રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા હતા અને પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહની તસવીરો પકડી રાખી હતી. પ્રદર્શનકારીઓ ‘રાજા આવો, દેશ બચાવો’ અને ‘અમને રાજાશાહી પાછી જોઈએ છે’ જેવા નારા લગાવી રહ્યા હતા. તણાવપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે ખાસ સુરક્ષા દળો તૈનાત કર્યા છે.

નેપાળમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવાની માંગ વધી રહી છે
નેપાળે 2008માં સંસદીય ઘોષણા હેઠળ તેની 240 વર્ષ જૂની રાજાશાહી નાબૂદ કરી અને દેશને એક સંઘીય, લોકશાહી પ્રજાસત્તાકમાં પરિવર્તિત કર્યો. જોકે, તાજેતરના મહિનાઓમાં કેટલાક જૂથો ફરીથી રાજાશાહીની પુનઃસ્થાપનાની માંગ કરી રહ્યા છે. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે 19 ફેબ્રુઆરીના રોજ લોકશાહી દિવસ પર વિડિયો સંદેશ જારી કરીને જાહેર સમર્થનની અપીલ કરતાં આ માંગ વધુ તીવ્ર બની હતી.

નેપાળ સરકારનો કર્ફ્યુ આદેશ
નેપાળ સરકારના ગૃહ મંત્રાલય અને જિલ્લા વહીવટી કાર્યાલય, કાઠમંડુએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ લાદવાનો આદેશ જારી કર્યો. સમય: બપોરે 3:25 થી 10:00 PM સુધી કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર કિલોમીટરના દાયરામાં કોઈપણ પ્રકારની સભા, સરઘસ, પ્રદર્શન, વિરોધ અને આંદોલન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રતિબંધિત વિસ્તાર

  • ગૌશાળાથી ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ, મૈત્રીધારા, તિનકુને, કોટેશ્વર
  • કોટેશ્વરથી જડીબુટી પુલ અને બાલકુમારી બ્રિજ
  • ગૌશાળા ચોકથી નવા બાણેશ્વર ચોક
  • ગૌશાળા ચોકથી નવા બાનેશ્વર ચોક