અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગટની પહેલી તસવીર આવી સામે

Vinesh Phogat Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં 7 ઓગસ્ટની તારીખ ભારતને હમેંશા યાદ રહેશે. વિનેશ ફોગાટની 50 કિગ્રા વર્ગની કુસ્તી ફ્રીસ્ટાઇલની ફાઇનલ મેચ યોજાવાની હતી અને દરેકને આશા હતી કે તે ગોલ્ડ જીતશે. પરંતુ તમામ ભારતીયની આશા પર પાણી ફરી વળ્યું છે.

આ પણ વાંચો: 2017નો આ નિયમ વિનેશ ફોગાટ પર ભારે પડ્યો! કુસ્તીનું ફોર્મેટ બદલી નાંખ્યું

વિનેશ ફોગાટની પહેલી તસવીર
વિનેશ ફોગટે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ આજ સવારે વિનેશનું વજન લગભગ 100 ગ્રામ વધારે હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. જેના કારણે કરોડો ભારતીયની આશા પર પાણી ફરી વળ્યું છે. જે નિયમ છે તે પ્રમાણે હવે તેને કોઈ મેડલ નહીં મળે. હવે અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગાટની પહેલી તસવીર સામે આવી છે.

જો વિનેશે પોતાનું વજન ન કર્યું હોત તો શું થાત?
UWW ના નિયમ પ્રમાણે એથ્લેટે સ્પર્ધાના તમામ દિવસોમાં વજન જાળવી રાખવાનું હોય છે. ઓલિમ્પિકમાં કુસ્તી સ્પર્ધા બે દિવસ ચાલે છે, તેથી વિનેશે બંને દિવસે 50 કિલો અથવા તેનાથી ઓછું વજન રાખી શકી હતી. પરંતુ તે બીજા દિવસે તેવું કરી શકી ના હતી. જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. નિયમો અનુસાર, જો વિનેશ ફોગાટ ફાઈનલ મેચ પહેલા ઈજાગ્રસ્ત થઈ ગઈ હોત તો તેના પરિણામ પર કોઈ અસર થઈ ન હોત. બીજા દિવસે વજન કરવા માટે હાજર રહેવાની જરૂર નથી અને તેના પરિણામો સુરક્ષિત રહે છે. આ કિસ્સામાં વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળ્યો હોત.