વડોદરામાં CMનો આક્રમક અંદાજ, સભા વચ્ચે રજૂઆત કરતી મહિલાને કહ્યું – રૂબરૂ આવીને મળજો

વડોદરાઃ શહેરમાં CM ભુપેન્દ્ર પટેલનો આક્રમક અંદાજ જોવા મળ્યો છે. એજન્ડા સાથે મહિલા રજૂઆત કરતા CM આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. મહિલાએ પ્રધાનમંત્રી આવાસના મકાનોને લઈને રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જો કોઈ ફરિયાદ હોય તો રૂબરૂ આવીને મળજો. તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો? દર સોમવારે મુખ્યમંત્રી બધાને મળે જ છે. પોલીસે મહિલાને બેસાડીને મામલો થાળે પાડ્યો હતો. ત્યારે આ કાર્યક્રમ બાદ CM ભુપેન્દ્ર પટેલે મહિલા સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વડોદરાના વિશ્વામિત્રી નદીની કામગીરીને લઈ રિવ્યૂ બેઠક કરી હતી. સર્કિટ હાઉસમાં પાલિકાના હોદ્દેદારો, અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી અને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આયોજિત કોર્પોરેશના કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. આ સાથે જ તેઓ પાલિકાના 1156 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.