શિયાળામાં બેવડી ઋતુનો વર્તારો યથાવત, બે દિવસ બાદ ઠંડીનો બીજો રાઉન્ડ થશે શરૂ

Weather Update: રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત છે. ત્યારે હવે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. શિયાળામાં બેવડી ઋતુનો વર્તારો યથાવત રહેશે. તેમણે બે દિવસ બાદ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. તેમજ પવનોની દિશા બદલાતા બેવડી ઋતુ સહન કરવી પડશે.

છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાતે ઠંડીનો અનુભવ થાય છે. તો આખા દિવસ ગરમી જેવું વાતાવરણ રહે છે. ત્યારે હવે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનોની દિશા બદલાતા બેવડી ઋતુ સહન કરવી પડી શકે છે. બે દિવસ બાદ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. તેમજ બે દિવસમાં લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જ્યારે અમદાવાદ 17 ડીગ્રી. ગાંધીનગર 16.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે નલિયા 11.2 ડિગ્રી ,કેશોદ 14.3 ડિગ્રી, વડોદરા 17.6 ડિગ્રી રાજકોટ 16.4 ડિગ્રી, ભુજ 15.6 ડિગ્રી અમરેલી 14.6 ડિગ્રી, ડીસા 14.2 ડિગ્રી ,પાલનપુર 15.4 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: 18 હજાર ભારતીયોની થશે ઘરવાપસી! રાષ્ટ્પતિ બન્યા બાદ ટ્રમ્પે લીધો તાબડતોડ નિર્ણય