Team India શ્રીલંકા માટે થઈ રવાના, વીડિયો વાયરલ

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની T20I શ્રેણી અને ODI શ્રેણી માટે ટીમ ભારત શ્રીલંકા જવા રવાના થઈ ગઈ છે. આ શ્રેણી ગૌતમ ગંભીર માટે ખુબ ખાસ છે. કારણ કે મુખ્ય કોચ તરીકેના કાર્યકાળની આ પ્રથમ શ્રેણી છે. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતીય ખેલાડીઓ શ્રીલંકા જઈ રહ્યા છે. શ્રીલંકા જતા પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી અનેક સવાલોના જવાબ આપ્યા હતા. આ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ હતી.

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ
એક મીડિયા રિપોટ પ્રમાણે આ વીડિયોમાં ગૌતમ ગંભીર સહિત ઘણા ખેલાડીઓ શ્રીલંકા જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર સૌથી પહેલા દેખાય છે. આ પછી સંજુ સેમસન અને રવિ બિશ્નોઈ સહિત ઘણા ખેલાડીઓ બસમાં ચઢતા જોઈ શકાય છે. ર્દિક પંડ્યા અભિષેક નાયકને ગળે લગાવી રહ્યો હતો.

IND VS SL T20I સિરીઝ શેડ્યૂલ
1. 27 જુલાઈ- પ્રથમ T20 મેચ (પલ્લેકલે)

2. જુલાઈ 28- બીજી T20 મેચ (પલ્લેકેલે)

3. 30 જુલાઇ- ત્રીજી T20 મેચ (પલ્લેકેલે)

આ પણ વાંચો: કોણ છે તનુજા કંવર? જેને મહિલા એશિયા કપ 2024માં UAE સામે ડેબ્યૂ કરવાની મળી તક

IND vs SL ODI સિરીઝ શેડ્યૂલ
2 ઓગસ્ટ – 1લી ODI મેચ (કોલંબો)

4 ઓગસ્ટ- બીજી વનડે મેચ (કોલંબો)

6 ઓગસ્ટ – ત્રીજી ODI મેચ (કોલંબો)