SRH vs GT વચ્ચે આજે મુકાબલો, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

SRH vs GT Live Streaming: IPL 2025 ની 19મી મેચમાં આજે ગુજરાત અને હૈદરાબાદની ટીમનો આમનો-સામનો થવાનો છે. પેટ કમિન્સ અને શુભમન ગિલ કેપ્ટન તરીકે આમને સામને ટકરાશે. ગુજરાતની ટીમ પહેલી મેચ હારી ગઈ હતી. ત્યારબાદ બંને મેચ જીતી ગઈ છે. બીજી બાજૂ હૈદરાબાદની ટીમ તેની પહેલી જ મેચ જીતવામાં સફળ રહી છે. બાકીની તમામ મેચ તે સતત હારી રહી છે. હવે જોવાનું રહ્યું કે આજની મેચ કોણ જીતે છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાતની ટીમ ત્રીજા સ્થાન પર છે જ્યારે હૈદરાબાદની ટીમે 10મા સ્થાન પર છે. હૈદરાબાદની પહેલી મેચમાં શાનદાર બેટિંગ જોવા મળી હતી. પરંતુ બાકીની તમામ મેચમાં નિષ્ફળતા જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સને તેમની પહેલી મેચમાં પંજાબ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બાકીની મેચમાં જીત પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો: આ ખેલાડી બન્યો CSKની ટીમનો બોજ, આંકડા છે ખૂબ જ ખરાબ

હૈદરાબાદ vs ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો
ગુજરાત અને હૈદરાબાદની ટીમ વચ્ચે આજે મુકાબલો છે. જેમાં ગુજરાતની ટીમની કમાન ગિલના હાથમાં છે. હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કુલ 5 મેચ રમાઈ છે. જેમાં ગુજરાતની ટીમે 3 મેચ જીતી છે અને હૈદરાબાદ માત્ર 1 મેચ જીતી શક્યું છે જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. ગુજરાતની ટીમનો હાથ ઉપર હોય તેવું જોવા મળી રહ્યું છે. આજની મેચમાં હવે કોણ જીતે છે તે જોવાનું રહ્યું.