આ લોકો માટે કોફીનું સેવન ઝેર સમાન, થશે આ નુકસાન

Side Effects of Drinking Coffee: ઘણા લોકો એવા છે કે તેમની સવાર કોફીથી થાય છે. દિવસમાં 4થી5 વાર કોફી પીતા હોય છે. પરંતુ આ કોફી ઘણા લોકો માટે ઝેર બની શકે છે. આવો જાણીએ કે કેવા લોકોએ કોફીથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો: ચણાના લોટને આ રીતે લગાડો ફેસ પર, ચમકી જશે ત્વચા

આ લોકોએ કોફી ન પીવી જોઈએ

ગર્ભાવસ્થા દરમિયાન કોફી ન પીવી
ગર્ભાવસ્થા દરમિયાન કોફી ન પીવાની સલાહ આપાવમાં આવે છે. જોકે તમે કોફીનું સેવન ઓછી માત્રામાં કરી શકો છો. વધારે કોફી તમારા બાળક માટે કે માં માટે સારી નથી.

બ્લડ પ્રેશરના દર્દીઓએ કોફી ન પીવી જોઈએ
બ્લડ પ્રેશરથી જે લોકો પીડાય છે તે લોકોએ ભૂલથી પણ કોફીનું સેવન ના કરવું જોઈએ. કોફીનું વધારે સેવન કરવાથી તેની અસર ઊંઘ પડી શકે છે. અનિદ્રાનું જોખમમ વધી શકે છે. જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો હૃદય રોગનું જોખમ વધી શકે છે.