શાર્દુલ ઠાકુર બનાવી લીધો આ ખાસ રેકોર્ડ, ઝહીર ખાનની કરી લીધી બરાબરી

Shardul Thakur: IPL હરાજી થઈ ત્યારે કોઈ પણ ટીમે તેના પર ધ્યાન આપ્યું ન હતું. હરાજી સમયે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે પછી તેનું નસીબ ચમક્યું હતું અને આ પછી તેને LSGમાં પ્રવેશ મળ્યો હતો. પહેલી મેચ રમતાની સાથે જ શાર્દુલ ઠાકુરે તબાહી મચાવી દીધી અને કહ્યું કે ટીમોએ તેને ન ખરીદીને મોટી ભૂલ કરી છે. તેણે દિગ્ગજ ખેલાડી ઝહીર ખાનની પણ બરાબરી કરી લીધી છે.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને આપ્યો ઝટકો, આ નેતાને પાર્ટીમાં સામેલ કર્યા

શાર્દુલ ઠાકુરે IPLમાં 100 મેચ રમી
કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે KKR અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ માટે ટોસ થયો હતો. આ પછી બંને ટીમે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. જેમાં શાર્દુલ ઠાકુરનું પણ નામ હતું. તેનું નામ આવતાની સાથે શાર્દુલ ઠાકુર આઈપીએલમાં 100 મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો છે. બહુ ઓછા ખેલાડીઓ છે કે જે આવું કરી શક્યા છે. ઝહીર ખાને પોતાના IPL કરિયરમાં ફક્ત 100 મેચ રમી હતી, હવે શાર્દુલ ઠાકુરે પણ 100 મેચ રમી છે. આ બંને ખેલાડીઓના નામે 100થી વધુ વિકેટ પણ છે. જેને જોતા એવું કહી શકાય કે બંનેના કિસ્સામાં ઝહીર ખાન અને શાર્દુલ ઠાકુર સમાન સ્તર પર છે. આ સમયગાળા દરમિયાન ઝહીર ખાને 117 રન બનાવ્યા હતા, જ્યારે શાર્દુલ અત્યાર સુધીમાં 300થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે.