રમજાનની ઈફ્તાર પાર્ટી પર બનાવો આ મસ્ત વાનગી, પરિવારજનો ફેન બની જશે રસોઈના

Shahi Tukda: રમઝાન માસનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રમઝાનમાં ઇફ્તાર પાર્ટીમાં કંઈક ને કંઈક મીઠી વસ્તુ ખાવાનું મન થાય છે. ત્યારે અમે તમારા સ્વાદિષ્ટ શાહી ટુકડાની રેસીપી લઈને આવ્યા છીએ. આ વાનગી તમને ચોક્કસ ભાવશે. આવો જાણીએ શાહી ટુકડાની સરળ રેસીપી.
શાહી ટુકડા માટેની સામગ્રી:
બ્રેડ, ઘી, બદામ, થોડી માત્રામાં કાજુ-પિસ્તા, દૂધ , ક્રીમ.
આ પણ વાંચો: આ માસ્ક લગાવો થોડા દિવસોમાં ત્વચા યુવાન દેખાવા લાગશે
શાહી ટુકડા રેસીપી
એક પેન લો. હવે તમારે તેમાં દૂધ અને ક્રીમ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો. તેમાં દૂધ પાવડર, એલચી પાવડર, કેસર અને ખાંડ ઉમેરો. હવે તેને સારી રીતે ઉકાળો અને પછી તેને ઠંડુ પડવા દો. ચાસણી માટે તમારે ખાંડ, પાણી, કેસર નાંખો. હવે તમારે બ્રેડ લેવાની રહેશે. તેને તમારા મનપસંદ આકારમાં કાપી લો. બ્રેડના ટુકડાને બંને બાજુ હળવા હાથે શેકી લો. આ પછી તમારે તેમાં એક પેન લો, તેમાં ઘી નાંખો. શેકેલા બ્રેડના ટુકડા એક પેનમાં નાખો અને તેને ફ્રાય કરો. બાકીના ઘીમાં થોડી સમારેલી બદામ, પિસ્તા અને કાજુ ઉમેરો અને તેને તળો. રબડી ઠંડી પડે એટલે તેને વાસણમાં કાઢી લો. હવે તમારે ક્રિસ્પી બ્રેડના ટુકડાને ખાંડની ચાસણીમાં બોળીને પ્લેટમાં મૂકવાનું રહેશે. બ્રેડના ટુકડા પર થોડી રબડી રેડો અને શેકેલા સૂકા ફળોથી સજાવો.