2023માં સાબરકાંઠામાં ફટાકડા વેચતો હતો, અનેક સાથે છેતરપિંડી કરીઃ દિપક સિંધીનો બિઝનેસ પાર્ટનર

સાબરકાંઠાઃ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 17 લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે ન્યૂઝ કેપિટલ હમીરગઢ પહોંચ્યું છે. અહીં દિપક સિંધી 2023માં ફટાકડાનું વેચાણ કરતો હતો.
જિલ્લાના હમીરગઢ ખાતેના ગોડાઉનમાં દીપક એક વર્ષ માટે આવ્યો હતો. દિપક સિંધી પાર્ટનર સાથે રહી ગોડાઉનમાં ફટાકડાનું વેચાણ કરતો હતો. હમીરગઢ પાસે આવેલા ગોડાઉનમાં દીપક સિંધીના પાર્ટનર વિનુભાઈ ગોલવાણી સામે આવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, કેટલાય વેપારીઓને હોલસેલ અને રીટેઇલ ફટાકડા આપવા બાબતે દિપક સિંધીએ છેતરપિંડી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિપકને તેના પિતા સાથે ન બનતા બે વર્ષ અગાઉ બનાસકાંઠા છોડીને સાબરકાંઠા આવ્યો હતો. દીપકને સટ્ટામાં દેવું થઈ જવાથી પિતાએ ઘરેથી કાઢી મૂક્યો હોવાની માહિતી સામે આવી હતી. જિલ્લામાં દિપકને ઉઘરાણી બાબતે લોકો આવતા હોવાથી તેને સાબરકાંઠા છોડ્યું હતું. ગાંભોઈ નજીક રૂપાલ ગામ પાસે મોટા પ્રમાણમાં ફટાકડાનું વેચાણ કરવામાં માટે પરમિશાન માગી હતી.