સાબરડેરી દ્વારા આજે ઈડરના સદાતપુરા ગામે મિલ્ક ડેની ઉજવણી કરાઈ

Sabar Dairy: સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી સાબરડેરી દ્વારા આજે ઈડરના સદાતપુરા ગામે મિલ્ક ડેની ઉજવણી કરાઈ હતી. જ્યાં દૂધના ઉજ્જવર ભાવી સહિત પશુપાલકોને પડતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પાયારૂપ રજૂઆતો થઈ હતી. તેમજ અમુલ ફેડરેશનના ચેરમેને આગામી સમયમાં પશુપાલકોની પરિસ્થિતિને વધુ સક્ષમ બનાવવા અંગે વિશેષ ભાર મૂક્યો હતો.

નિરાકરણ લાવવા માટે વિશેષ પ્રયાસ
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા આજે ઇડરના સદાતપુરા ગામે મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાબરડેરી તેમજ અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સહકાર વિભાગના આગેવાનો અને ઈડર વિસ્તારની મોટાભાગની તમામ મંડળીઓના ચેરમેનો સેક્રેટરીઓ હાજર રહ્યા હતા. આ તબક્કે પ્રતિદિવસ 100 થી 150 લીટર દૂધ ઉત્પાદિત કરતા પશુપાલકો પણ વિશેષ હાજરી આપી હતી. જોકે સાબરડેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોના દૂધ ઉત્પાદનને વધારવા માટે છેવાડાના તાલુકાઓમાં મીટીંગોનું આયોજન કરાઈ રહ્યું છે. સાથો સાથ મિલ્ક ડે ની ઉજવણી અંતર્ગત પશુપાલકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાઇ રહ્યું છે. વૈશ્વિક બજાર મામલે હજુ પણ દૂધ તેમજ દૂધ ઉત્પાદકોનું ભાવી ઉજ્જવર હોવાનું જણાવ્યું હતું. જોકે આ તબક્કે ઇડર વિસ્તારની બે મહિલા પશુપાલકોએ પોતાની વાત રજૂ કરી હતી. તેમજ દૂધની સાથો સાથ દૂધ માટે પોતાના પશુઓ ઉપર વિશેષ ધ્યાન આપવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: કેન્સર સામેની ઝુંબેશ શરૂઃ સારવાર માટેના 300થી વધુ મેડિકલ કેમ્પ શરૂ

પાયારૂપ પ્રયાસો
જોકે સાબરડેરી દ્વારા તમામ તાલુકાઓમાં મિલ્ક ડે સહિત ઝોનલ કક્ષાએ બેઠકો કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પશુપાલકોને લગતી વિવિધ તકલીફો સમસ્યાઓ દૂર કરી દૂધ તેમજ દૂધ ઉત્પાદકો ની સમસ્યાઓનું નિરાકરણ લાવવા વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે. જે અંતર્ગત આજે સાબરકાંઠાના ઇડરના સદાદપુરા ગામે મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો સહિત વિવિધ મંડળીઓના ચેરમેનો અને સેક્રેટરીઓ હાજર રહ્યા હતા. આ તબક્કે વિશેષ સૂચનો પણ આવ્યા છે. જેના પગલે દૂધ ઉત્પાદકોની સમસ્યાઓનું આગામી સમયમાં નિરાકરણ કરી શકાશે. સાથો સાથદૂધના ભાવિ ઉજ્જવળ બનાવવા માટે પાયારૂપ પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે.જોકે એક તરફ દિન પ્રતિદિન સમગ્ર વિશ્વમાં અમુલ સહિત ભારતીય દૂધની માંગ વધી રહી છે. ત્યારે પશુપાલકો ની સમસ્યાઓ માટે હાથ ધરાયેલો આ પ્રયાસ આગામી સમયમાં દૂધ ઉત્પાદન વધારવા ઉપર વિશેષ અસર કરે તો નવાઈ નહીં.