જિયોનો આ પ્લાન છે બેસ્ટ, ઓછી કિંમતે મળશે બમ્પર લાભ

Reliance Jio 365 Days Plan: રિલાયન્સ જિયો સાથે કરોડોની સંખ્યામાં લોકો જોડાયેલા છે. લાંબી વેલિડિટી સાથે જિયો અલગ અલગ પ્લાન લોન્ચ કરી રહ્યું છે. ત્યારે અમે તમારા માટે એક એવા જિયોના પ્લાન વિશે માહિતી લઈને આવ્યા છીએ. જેની મદદથી તમારે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ નહીં રહે.
આ પણ વાંચો: PSL 2025 આજથી શરૂ, જાણો બધી 6 ટીમોના કેપ્ટન અને સંપૂર્ણ સ્ક્વોડ
Jioનો આખું વર્ષ ચાલતો હોલિડે રિચાર્જ પ્લાન
રિચાર્જ પ્લાન દ્વારા એક વર્ષ સુધી વેકેશન માટે તમે Jioનો 4,000 રૂપિયાથી ઓછી કિંમતનો પ્લાન અપનાવી શકો છો. જિયોનો 3599 રૂપિયાનો રિચાર્જ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જિયોના 3599 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં દરરોજ 2.5GB ડેટાનો લાભ મળે છે. 5G નેટવર્ક વિસ્તાર અને 5G ફોન વપરાશકર્તાઓ પણ અમર્યાદિત ટ્રુ 5G ડેટાનો આનંદ માણી શકે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSનો લાભ મળે છે. Jioનો 365 દિવસનો રિચાર્જ પ્લાન તમારા માટે આર્થિક હોઈ શકે છે. જો તમે 3599 રૂપિયાનો પ્લાન અપનાવો છો, તો તમારે દરરોજ લગભગ 9.86 રૂપિયા ખર્ચ કરવા પડશે.