જેતપુર APMC દ્વારા ખેડૂતોને અપીલ, નવી જણસ ન લાવવા સૂચના

જેતપુરઃ APMC દ્વારા કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે તારીખ 3થી 11 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.
ત્યારે ડુંગળી, મરચાં જેવી જણસની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. શેડમાં ઉતરતી બોરીઓની જણસીની આવક ચાલુ રહેશે.
ખેડૂતોએ પોતાનાં માલને તાડપત્રીથી સંપૂર્ણ ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓએ પણ તેમનો માલ સલામત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી છે.