રાજકોટમાં મહિલા નર્સની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, બળાત્કારના ઇરાદાથી આરોપી ઘૂસ્યો હતો

રાજકોટઃ થોડા દિવસ પહેલાં થયેલી મહિલા નર્સની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આ મામલે ACP બી.જે. ચૌધરીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, હત્યાના આરોપીનું નામ કાનજી વાંજા છે. આરોપી બળાત્કાર કરવાના ઇરાદાથી નર્સના ઘરમાં ઘૂસ્યો હતો. મહિલા નર્સે પ્રતિકાર કર્યો હતો અને ત્યારબાદ મહિલા નર્સની આરોપીએ હત્યા કરી હતી. છરીના ઘા મારીને મહિલા નર્સની હત્યા કરવામાં આવી હતી. આરોપી વિકૃત માનસિકતા ધરાવતો હતો.’

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, આરોપી મહિલા નર્સના ઘરની પાછળ જ ભાડે મકાનમાં રહેતો હતો. હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.’