મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમાન થયું હતું. ત્યારે રાજ્યના અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં કોમસમી વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે.

હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં આજે રાજ્યમાં વરસાદને લઈને ઓરેન્જ અને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. 41થી 61 kmphની ગાતીએ પવન ફંકાવવાની શક્યતા છે. 5-15 mm/hr છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વિરમગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે વહેલી સવારે કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડતોમાં પાકના નુકસાનીની ભીતી જોવા મળી રહી છે.

અમદાવાદના માંડલ તાલુકા સહીત આસપાસના વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારે અડધો પોણો કલાક સુધી ભારે ગાજવીજ, વીજળીના ચમકારા સાથે ભારે ગાજવીજ, વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ઠેરઠેર પાણી ભરાયાં હતા.

આગઝરતી ગરમી વચ્ચે અંબાજીમાં વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અંબાજીમાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી ૩ મે બાદ ગુજરાતના વાતાવરણ પલટો આવશે. તેમજ 3થી 10મે સુધી અનેક વિસ્તારમાં માવઠાની પણ આગાહી કરાઈ હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો છે. પાલનપુર અને વડગામ પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. સાથે સાથે ડીસા, લાખણી, દાંતીવાડા સહિત વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે બાજરીના પાકને નુકશાનની ભીતિ જોવા મળી છે. પવન અને કરા સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અરવલ્લી જિલ્લામાં વાતાવરણ પલટતા ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. માલપુર, મેઘરજ, મોડાસા સહિત અન્ય તાલુકામાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. બાજરી, જુવાર સહિતના પાકને નુકસાની થઈ શકે છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રશરી હતી. ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત થઈ છે.

સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવતા મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે વડાલી, ખેડબ્રહ્મામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. સામાન્ય વરસાદ થતાં બાજરી, જુવારના પાકને રાહત થઈ છે. ભારે વરસાદ થાય તો બાજરી જુવારના પાકને નુકસાન થઈ શકે છે.

પંચમહાલ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પાલટો આવતા વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદી છાંટા વરસ્યા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી હતી.

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં વહેલી સવારના કમોસમી વરસાદનું આગમન થયું હતું. સંતરામપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદના આગમનથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી છે. જિલ્લાના ખેડૂતોના ઉનાળું પાકને નુકસાનની ભીતિ જોવા મળી છે.