પંજાબ કિંગ્સે બોલાવ્યો આ પાકિસ્તાનના તોફાની ઓલરાઉન્ડરને, હવે ખરાખરીનો જંગ થશે

IPL 2025 દરમિયાન પંજાબ કિંગ્સે એક મોટો નિર્ણય લીધો છે. ઈજાને કારણે ગ્લેન મેક્સવેલ બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ PBKS મેનેજમેન્ટે મેક્સવેલના સ્થાને ઘાતક ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ ઓવેનને ટીમમાં એડ કર્યો છે. આ માહિતીની જાણ ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર આપી છે.

આ પણ વાંચો: જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ, પોલીસે નજર કેદ કરી

સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આપી
PBKS મેનેજમેન્ટે મેક્સવેલના સ્થાને ઘાતક ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ ઓવેનને ટીમમાં એડ કર્યો છે. આ વિશેની માહિતી ઈન્ડિયન પ્રીમિયર લીગે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મી માટે રમી રહ્યો છે. પીએસએલ 11 મેના સમાપ્ત થવા જઈ રહ્યું છે. પંજાબ કિંગ્સે ઓવેનને 3 કરોડ રૂપિયામાં ઉમેર્યો છે. મેક્સવેલની વાત કરીએ તો, આંગળીની ઈજાને કારણે તેને IPL 2025ની બાકીની ટુર્નામેન્ટ ગુમાવવી પડી છે.