ભુજ જિલ્લા પંચાયત કચેરીમાં જ્ઞાન સહાયક શિક્ષકોનો વિરોધ, નિયમિત પગાર ચૂકવવા માગ

ભુજ: ભુજ જિલ્લા પંચાયત કચેરીમાં જ્ઞાન સહાયક શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. જ્ઞાન સહાયક શિક્ષકોએ પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષકોએ પગાર અનિયમિતા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. 10 માર્ચ પહેલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો પગાર ચૂકવવા માગ કરવામાં આવી છે. ઉચ્ચતર અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી.
પગારની અનિયમિતા કારણે પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કિલ પડી રહ્યું હોવાનુ જણાવ્યું હતું. પગાર અનિયમિતતાની અનેકો રજૂઆત છતાં કચ્છનું શિક્ષણ વિભાગ આંખ આડા કાન કર્યાના આક્ષેપ લગાવ્યા હતા. 400 કિમી દૂરથી કચ્છમાં જ્ઞાન સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો પગાર નહીં ચૂકવાય તો પેપર ચેકિંગ કાર્યમાં નહીં જોડાય તેવું જણાવ્યું હતું. આર્થિક અક્ષમતાના લીધે SSC અને HSC 2025 બોર્ડના પેપર ચેકિંગ કાર્યમાં શિક્ષકો નહીં જોડાય તેવી ચીમકી ઉચ્ચારી હતી.