‘વડતાલમાં કોણ છે ટકલા ચોર છે’, ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં આહિર સમાજ સહિત હિન્દુ સંગઠનોનો વિરોધ

ગઢડા: ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાં આહિર સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. મંદિર પરિસરમાં જઇ ‘દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે, વડતાલમાં કોણ છે ટકલા ચોર છે’ જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ ભગવાન દ્વારકાધીશ વિશે કરેલ બફાટને ઉગ્ર વિરોધ લઈ કરાયો હતો. આહીર સમાજ અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી વિરોધ કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઇતિહાસ સાથે છેડા કરી પુસ્તકો બનાવેલ તે રદ કરવાની માગ સાથે ગઢડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.