PM મોદી થયા ભાવુક, કહ્યુ – મમ્મીના નિધન પછી ગંગા મારી માતા, મને દત્તક લીધો છે

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે તે પહેલાં તેઓ ભાવુક જોવા મળ્યા હતા અને કહ્યુ હતુ કે, મારી માતાના નિધન પછી ગંગા મારી મા છે. મા ગંગાએ મને દત્તક લીધો છે.

તેમણે આગળ જણાવ્યુ હતુ કે, વારાણસી સાથે મારો સંબંધ એવો છે કે, હું બનારસિયા બની ગયો છું. આ દરમિયાન તેમણે મા હીરાબેનને યાદ કરતા કહ્યુ હતુ કે, મારી મા એવી હતી કે તે હંમેશા જીવનમાં શુદ્ધતાને મહત્વ આપતી હતી. મારી મમ્મીનો 100મો જન્મદિવસ હતો, ત્યારે હું તેમના આશિર્વાદ લેવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન માએ મને મંત્ર આપ્યો હતો કે, કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ઘિથી. આ વાત કોઈ કવિ પણ ન કહી શકે, જે માતાએ કહી હતી.

લોકસભા ચૂંટણીમાં 400 પારનો નારો આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે, હું તો ઇટલીમાં જી-7માં જવાનો પ્લાન બનાવી રહ્યો છું. જી-7નું આયોજન લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી થશે. 400 પારની વાત કોઈ નારો નથી, પરંતુ જનતાનો સંકલ્પ છે.