પાકિસ્તાન સેમિફાઇનલમાંથી બહાર થતાં જ PCB સામે ઉભી થઈ આ મોટી સમસ્યા

PCB: પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે. હવે પાકિસ્તાન સામે બીજી મોટી સમસ્યા આવી ગઈ છે. ટુર્નામેન્ટ શરૂ થયાને માત્ર 6 દિવસમાં જ પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે. જે તેના માટે મોટી સમસ્યા બની ગઈ છે. કારણ કે હવે પ્રાયોજકો મેળવવા પણ એક પડકાર બની શકે છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની જીત બાદ જાવેદ અખ્તરને કેમ ટ્રોલ કરવામાં આવ્યા?

પાકિસ્તાન સામે હવે આ પડકાર
પાકિસ્તાન સામેની ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ મેચમાં ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાનની ટીમ જ નથી તો મેચ જોવા માટે પ્રેક્ષકો કેમ આવશે. હવે પાકિસ્તાનની મેચ સિવાયની મેચ જોવા બાકીની મેચ જોવા આવશે કે નહીં તે ખૂબ મોટી મુશ્કેલી છે. કે અહીં ક્રિકેટનો ક્રેઝ હોવા છતાં, ભવિષ્યમાં પાકિસ્તાન ક્રિકેટને બ્રાન્ડ તરીકે વેચવું સરળ નહીં હોય. 1996 પછી પાકિસ્તાન આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાની કરી રહ્યું છે.