IPL 2025 રદ થશે તો BCCI મોટી મુશ્કેલીમાં મુકાશે, અબજો રૂપિયા જશે પાણીમાં

IPL 2025 Suspended: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર આઈપીએલમાં જોવા મળી છે. એક અઠવાડિયા માટે IPL 2025 સ્થગિત કરી દેવામાં આવી છે. આ પછી એક અઠવાડિયા પછી BCCI બધી ફ્રેન્ચાઇઝીઓ સાથે વાત કરશે અને આગળના નિર્ણય પર વિચારશે. પરંતુ વિશ્વની સૌથી મોટી લીગ સ્થગિત થવાથી BCCI ને કરોડોનું નુકસાન ચોક્કસ થશે તે નક્કી છે. ત્યારે આવો જાણીએ કે આનાથી BCCIને કેટલું નુકસાન થશે.
આ પણ વાંચો: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું- પરમાણુ શસ્ત્રોના વિકલ્પ પર વિચારણા થઈ રહી નથી
બીસીસીઆઈને આટલા કરોડનું નુકસાન થશે
એક મીડિયા રિપોટમાં આપેલી માહિતી પ્રમાણે બોર્ડને પ્રતિ મેચ100થી150 કરોડનું રૂપિયાનું નુકસાન થશે. હજૂ ટોટલ 17 મેચ રમવાની બાકી છે. આ રિપોટ પ્રમાણે BCCI ને લગભગ 2125 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. વીમા કંપનીઓની મદદ પછી પણ, પ્રસારણ અને અન્ય મેચ સંબંધિત આવકને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે નુકસાન અડધા જેટલું થાય છે.આઈપીએલમાં સૌથી વધારે આવક ટિકિટના વેચાણમાંથી મળે છે. 58મી મેચ તણાવના કારણે રોકી દેવામાં આવી હતી. આ સિઝનની જેટલી પણ મેચ બાકી હતી તેનની ટિકિટો અગાઉ બુક થઈ ગઈ હતી. જેના પૈસા BCCIએ પરત કરવા પડશે. પ્રમોશનથી લઈને જાહેરાતના કરાર પણ કેન્સલ કરવા પડશે. જેમાંથી સૌથી વધારી કમાણી મળે છે તેમને જ બંધ કરવા પડશે. જેના કારણે બીસીસીઆઈને નુકસાન થશે.બોર્ડને તેની નિર્ધારિત જાહેરાત આવકના અંદાજે એક તૃતીયાંશ રૂપિયા 5,500 કરોડનું નુકસાન થશે. બીસીસીઆઈની સાથે સાથે તમામ 10 ફ્રેન્ચાઇઝીઓને પણ આનો ભોગ બનવું પડશે.