ભારતની દેખાદેખીમાં પાકિસ્તાને ઉઠાવ્યું મોટું પગલું, IPLના પ્રસારણ પર મૂક્યો પ્રતિબંધ

Pahalgam Terror Attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ વચ્ચે બંને દેશની સરકાર એક પછી એક નિર્ણય લઈ રહી છે. ત્યારે આ વચ્ચે પાકિસ્તાન સરકારે મોટું પગલું ભર્યું છે. જેમાં IPL 2025 ના ઓનલાઈન સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું બધી પાકિસ્તાની વેબસાઇટ્સ અને એપ્સ પર લાગુ પડે છે જે પહેલાથી જ IPL મેચ બતાવી રહી હતી.

આ પણ વાંચો: Jioનો આ છે સૌથી સસ્તો પ્લાન, 11 મહિના સુધી મળશે અનલિમિટેડ કોલિંગ

PSLનું સ્ટ્રીમિંગ બંધ કરવાનો નિર્ણય
ભારત અને પાકિસ્તાન બંને દેશ એકબીજાની સામે અલગ અલગ પ્રકારના પગલા ભરી રહ્યા છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે PSLનું સ્ટ્રીમિંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, ફેનકોડે જાહેરાત કરી કે તે તાત્કાલિક અસરથી PSLનું પ્રસારણ બંધ કરશે. મહત્વની વાત એ છે કે કાશ્મીરમાં રજાઓ ગાળવા ગયેલા 26 થી વધુ નિર્દોષ ભારતીય પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ ભારત સરકાર એક પછી એક આકરા નિર્ણય લઈ રહી છે.