‘મોદી સરકારને અમારું સમર્થન’, જાતિગત વસ્તી ગણતરી અને પહલગામ હુમલા પર રાહુલ ગાંધીનું નિવેદન

Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ, પરંતુ સરકારે તેની સમયરેખા આપવી જોઈએ. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, અમે તેની ડિઝાઇન બનાવીશું. આ સાથે પહલગામ હુમલા વિશે કહ્યું કે નરેન્દ્ર મોદીએ પગલા લેશે. હવે PM મોદી નક્કી કરશે કે ક્યારે કાર્યવાહી કરવી.

અમે 50 ટકાની મર્યાદાને નાબૂદ કરીશું
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટી મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, “અમે સંસદમાં કહ્યું હતું કે અમે જાતિગત વસ્તી ગણતરી કરીશું. અમે એમ પણ કહ્યું હતું કે અમે 50 ટકાની મર્યાદા તોડીશું જે એક કૃત્રિમ દિવાલ હતી. મને ખબર નથી કે 11 વર્ષ પછી શું થયું જ્યારે કેબિનેટે જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે ફક્ત ચાર જાતિઓ છે.”

રાહુલે તેલંગાણા મોડેલ અપનાવવાની સલાહ આપી
તેલંગાણા જાતિ આધારીત વસ્તી ગણતરી માટે એક મોડેલ બની ગયું છે, જે એક બ્લુપ્રિન્ટ હોઈ શકે છે. અમે સરકારને જાતિગત વસ્તી ગણતરી માટે એક માળખું તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ. એક બિહારની રૂપરેખા છે અને બીજી તેલંગાણાની, અને બંને વચ્ચે ઘણો તફાવત છે. અમે જાતિગત વસ્તી ગણતરી દ્વારા વિકાસનો એક નવો દાખલો લાવવા માંગીએ છીએ. અમે કેન્દ્રને સંસ્થાઓ, સત્તા માળખા વગેરેમાં ઓબીસી, દલિતો, આદિવાસીઓની ભાગીદારી વિશે આ પ્રશ્ન પૂછી રહ્યા છીએ.

પહલગામ હુમલાના આતંકવાદીઓને સજા થવી જોઈએ
નરેન્દ્ર મોદીને પગલાં લેવાના છે, હવે PM મોદી નક્કી કરશે કે ક્યારે કાર્યવાહી કરવી. પહેલગામના આતંકવાદીઓને સજા મળવી જોઈએ. પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શહીદનો દરજ્જો આપવો જોઈએ.