કેરળમાં ચોમાસું ક્યારે આવશે? હવામાન વિભાગે આપી મોટી અપડેટ

Monsoon 2025: ચોમાસું બંગાળની ખાડીના દક્ષિણ ભાગ, આંદામાન સમુદ્રના દક્ષિણ ભાગ, નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રના ઉત્તરીય ભાગના કેટલાક વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. ત્યારે હવે એ સવાલ થઈ રહ્યો છે કે ચોમાસું કેરળમાં ક્યારે આવશે? આવો જાણીએ હવામાન વિભાગે શું આપી આગાહી.

આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સ માટે આવ્યા ગૂડ ન્યુઝ, હવે 2 ઘાતક ખેલાડીઓ ટીમમાં જોડાશે

ચોમાસું ક્યારે આવશે?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 01 જૂનની સામાન્ય તારીખ પહેલાં, 27 મેના રોજ કેરળ પહોંચવાની સંભાવના છે. જો આ આગાહી સાચી સાબિત થાય છે, તો 2009 પછી આ પહેલી વાર હશે જ્યારે ચોમાસું ભારતીય ભૂમિ પર સમય પહેલા પહોંચશે. 2009 માં, કેરળમાં ચોમાસાની શરૂઆત 23 મે ના રોજ થઈ હતી. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂન સુધીમાં કેરળ એન્ટ્રી લે છે. આ પછી એક મહિના પછી 08 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં વરસાદ પડે છે.