રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડની પુનઃરચના, ભૂતપૂર્વ R&AW પ્રમુખ આલોક જોશી અધ્યક્ષ બન્યા

Indian Government: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડની પુનઃરચના કરવામાં આવી છે. ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીને તેના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ પીએમ સિંહા, ભૂતપૂર્વ સધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એકે સિંઘ અને રિયર એડમિરલ મોન્ટી ખન્ના લશ્કરી સેવાઓમાંથી નિવૃત્ત અધિકારીઓ છે. રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ ભારતીય પોલીસ સેવાના બે નિવૃત્ત સભ્યો છે. સાત સભ્યોના બોર્ડમાં નિવૃત્ત IFS બી વેંકટેશ વર્માનો સમાવેશ થાય છે.
The Government has revamped the National Security Advisory Board.
Former R&AW chief Alok Joshi has been appointed as its Chairman. Former Western Air Commander Air Marshal PM Sinha, former Southern Army Commander Lt Gen AK Singh and Rear Admiral Monty Khanna are the retired… pic.twitter.com/bMqOiIK9TC
— ANI (@ANI) April 30, 2025
પીએમ મોદીના નિવાસસ્થાને બેઠક બોલાવાઈ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. નોંધનીય છે કે, આજે પ્રધાનમંત્રી નિવાસસ્થાને CCSની બેઠક સાથે, બે વધારાની બેઠકો બોલાવવામાં આવી હતી, જેમાં રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ અને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકનો સમાવેશ થાય છે. આ અંગે આજે સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે. નોંધનીય છે કે, બીજી સીસીએસ બેઠકમાં પહેલગામ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની છેલ્લી બેઠક 23 એપ્રિલના રોજ યોજાઈ હતી અને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
સરકાર અને સેના એક્શન મોડમાં
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ, ભારત સરકાર અને સુરક્ષા દળો એક્શન મોડમાં છે. આ હુમલા બાદ તરત જ ભારત સરકાર દ્વારા સિંધુ જળ કરાર રદ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા પણ રદ કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાની નાગરિકોને ભારત છોડીને પાકિસ્તાન જવા માટે કહેવામાં આવ્યું હતું. બીજી તરફ, જમ્મુ અને કાશ્મીરમાં, સુરક્ષા દળો આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. બીજી તરફ, ભારત સરકાર પણ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે.