સીમા હૈદર પર હુમલો કરનાર શખ્સ સુરેન્દ્રનગરનો નીકળ્યો, ઘરમાં ઘૂસી ફડાકા માર્યા હતા

સુરેન્દ્રનગર: પાકિસ્તનની સીમા હૈદર પર હુમલો કરનાર શખ્સ ગુજરાતના સુરેન્દ્રનગરનો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના ઓમનગર વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા યુવકે હુમલો કર્યો હતો. પાકિસ્તાની સીમા હૈદરને ત્રણથી ચાર ફડાકા મારી દીધા બાદ યુવકની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.

છેલ્લા બે દિવસથી યુવક ઘરેથી ગુમ થયા બાદ દિલ્હી પહોંચ્યો હતો. તે છેલ્લા કેટલાક દિવસોથી યુવક અસ્થિર મગજના કારણે ફોનમાં સતત વ્યસ્ત રહેતો હતો. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ ઓમનગર વિસ્તારમાં તેજસ જાની 10 વર્ષથી રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલીસ અને એલઆઈબી યુવકના ઘેર પહોંચી છે.