મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.નો નવમો પદવીદાન સમારોહ, 88 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત

ભાવનગર: આજરોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી નો નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે 88 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ડિગ્રી સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને મળી રહે એ હેતુથી ડીજી લોકર એપ્લિકેશન રાજ્યપાલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.
કુલ-7,62,788 માર્કશીટનો ડેટા ડીજી લોકર પરથી ઉપલબ્ધ થશે. આજે કુલ 13,965 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.