કચ્છના અંજારમાં માતા-પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો, 50 વર્ષના નરાધમ પુત્રએ 80 વર્ષની માતા પર આચર્યું દુષ્કર્મ

Kutch: કચ્છના અંજારમાં માતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. અંજારમાં હવસખોર પુત્રએ માતા પર દુષ્કર્મ આચર્યું છે. 50 વર્ષના હવસખોર પુત્રએ 80 વર્ષની અશક્ત સગી જનેતા પર ક્રુરતાપૂર્વક દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર અંજાર નજીકના ગામમાં ગુરુવાર 27 ફેબ્રુઆરીની રાત્રે 9 વાગ્યાના અરસામાં 50 વર્ષના પુત્રએ 80 વર્ષની સગી જનેતા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનામાં વૃધ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. સગા પુત્રએ આચરેલું પાપ સહન ન થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી જનેતાને બ્રેઈન સ્ટ્રોક આવી જતાં હેમરેજ થઈ ગયું છે. હાલ વૃધ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજૂક હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધારાની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: મહેસાણામાં અમિત શાહના આગમનને લઈને દિવાળી જેવો માહોલ, સમગ્ર ગામ ભક્તિમય બન્યું