ગુજરાત ટાઇટન્સની જીતનો હિરો આ ખેલાડી રહ્યો, ગિલે તો મેચની બગાડી જ નાખી હતી

Joss Butler: ગુજરાત ટાઇટન્સે IPL 2025 ની પોતાની બીજી મેચ જીતી લીધી છે. સિઝનની પહેલી મેચ ગુજરાતની ટીમ હારી ગઈ હતી. પંરતુ સતત ટીમે 2 મેચ જીતીને પરિસ્થિતિને સંભાળી લીધી છે. પંરતુ ગઈકાલની મેચમાં ગુજરાતની ટીમને શાનદાર જીત લીધી છે. કેપ્ટન શુભમન ગિલનું પણ કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નહીં. ગિલ વહેલા આઉટ થઈ ગયો હતો. આ સમયે એવું લાગ્યું કે આ મેચમાં ગુજરાતની ટીમની હાર થઈ જશે. પરંતુ એવું થયું નહીં કારણ કે મેદાનમાં જોસ બટલરે શાનદાર બેટિંગ કરી હતી.
આ પણ વાંચો: મેચ હાર્યા પછી પણ RCBના કેપ્ટને આ 3 ખેલાડીઓની પ્રશંસા કરી
ત્રણ મેચમાં બે અડધી સદી ફટકારી
જોસ બટલર અત્યાર સુધી રાજસ્થાનની ટીમ તરફથી રમી રહ્યો હતો. તેના આટલા શાનદાર પ્રદર્શન હોવા છતાં તેને રાજસ્થાનની ટીમ તરફથી રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતની ટીમે 15.75 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. આરસીબીની ટીમ 20 ઓવરમાં ફક્ત 169 રન જ બનાવી શકી હતી. મેચની શરૂઆતમાં જ શુભમન ગિલ આઉટ થઈ ગયો હતો. જોસ બટલરે 39 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગુજરાત ટાઇટન્સની જીતનો જોસ બટલર સૌથી મોટો હીરો છે.