ઇઝરાયલે ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી, મેજર જનરલ અમીર બરામે સંરક્ષણ સચિવ સાથે વાત કરી

Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં સ્થિત 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન, ઇઝરાયલે ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી અને મેજર જનરલ અમીર બારામએ આ અંગે સંરક્ષણ સચિવ સાથે વાત કરી.
ભારતીય સંરક્ષણ મંત્રાલયે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ (RES) અમીર બારામએ ગુરુવારે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે વાત કરી. તેમણે આતંકવાદ સામે ભારતની ન્યાયી લડાઈમાં ઈઝરાયેલના સંપૂર્ણ સમર્થનની વાત કરી હતી. ઇઝરાયલે પણ ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી
DG, Israel Ministry of Defence Maj Gen (Res) Amir Baram today spoke with Defence Secretary Rajesh Kumar Singh, extending Israel’s full support to India’s rightful fight against terrorism while lauding the success of #OperationSindoor: Ministry of Defence pic.twitter.com/ege3qJKeZ5
— ANI (@ANI) May 15, 2025
ઇઝરાયલે પણ ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી
ઇઝરાયલી રાજદૂત રુવેન અઝારે કહ્યું, આતંકવાદીઓએ ખબર હોવી જોઈએ કે નિર્દોષ લોકો સામેના તેમના જઘન્ય ગુનાઓમાંથી કોઈ બચી શકશે નહીં. ઈઝરાયેલ ભારતના સ્વરક્ષણના અધિકારનું સંપૂર્ણ સમર્થન કરે છે.
ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નાપાક પ્રયાસ કર્યો, પરંતુ ભારતે પડોશી દેશના ડ્રોન અને મિસાઇલોને હવામાં તોડી પાડ્યા. ભારતીય સેનાએ હાર્પી ડ્રોન વડે પાકિસ્તાનની એર ડિફેન્સને નષ્ટ કરી દીધી. ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) એ આ હાર્પી ડ્રોન બનાવ્યું છે અને તે માનવરહિત છે.