IPL 2025: તિલક વર્માને રિટાયર્ડ આઉટ કેમ આપવામાં આવ્યો? હાર્દિક પંડ્યાએ આપ્યો ખુદ જવાબ

Hardik Pandya IPL 2025: પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 12 રને ઘરઆંગણે હારી ગઈ હતી. મુંબઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પરંતુ તિલક વર્માએ આ મેચમાં ટીમ માટે સૌથી વધારે રન બનાવ્યા હતા. સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. તેના આટલા રનના કારણે જ મુંબઈ માત્ર 12 રનથી હારી હતી. લખનૌ સામેની છેલ્લી મેચમાં તેને રિટાયર્ડ આઉટ કર્યો હતો. જેના કારણે ખૂબ જ હોબાળો થયો હતો. આ વિશે હવે મુંબઈની ટીમના કપ્તાનનું નિવેદન સામે આવ્યું છે. આવો જાણીએ શું કહ્યું હાર્દિક પંડ્યાએ.

આ પણ વાંચો: ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, CSKના દિગ્ગજને પાછળ છોડીને નંબર 1 બન્યો

હાર્દિકે તિલકની ઇનિંગ વિશે કહ્યું
આરસીબી સામેની મેચ બાદ હાર્દિકનું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું કે, તિલકની ઇનિંગ વિશે કહ્યું, ‘તિલક ખૂબ જ સારું રમ્યો. છેલ્લી મેચમાં પણ ઘણી બધી ઘટનાઓ બની હતી. લોકોએ તેના વિશે ઘણી વાતો કરી હતી, પરંતુ કોઈને ખબર નહોતી કે તે દિવસે તે ઘાયલ થયો હતો. તેની આંગળીને કારણે તે ટેકનિકલ કોલ હતો. કોચને લાગ્યું કે આ યોગ્ય વિકલ્પ છે અને એક નવો ખેલાડી આ કામ સારી રીતે કરી શકશે. જેના કારણે એવું કરવામાં આવ્યું હતું.