IPL 2025: આજના દિવસે ડબલ હેડર મેચ કેમ રમાશે? જાણો આ પાછળનું મોટું કારણ

IPL 2025: આઈપીએલ 2025માં જોરશોરથી તમામ મેચ રમાઈ રહી છે. ચાહકોને પણ મેચ જોવાની મજા પડી રહી છે. ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈની ટીમને હાર મળી હતી. આજના દિવસે 2 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી મેચ KKR vs LSG વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચે PBKS vs CSK વચ્ચે રમાશે. મોટા ભાગની ડબલ હેડર મેચ ઘણીવાર શનિવાર અને રવિવારે રમાય છે. પરંતુ આજના દિવસે મંગળવારના દિવસે 2 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ આ પાછળનું કારણ.
આ પણ વાંચો: Virat Kohli: વાનખેડેમાં વિરાટ કોહલી આટલો કોપાયમાન કેમ થયો?
IPL 2025 માં મંગળવારે બે મેચ કેમ રમાશે?
જ્યારે IPL 2025નું પ્રથમ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું તેમાં આજના દિવસે 1 મેચ રમાવાની હતી. પરંતુ હવે આજના દિવસે 2 મેચ રમાઈ રહી છે. તેનું કારણ એ છે કે KKR vs LSG વચ્ચેની આ મેચ રવિવાર 6 એપ્રિલે રમવાની હતી. પરંતુ આ મેચ 8 એપ્રિલ પર ખસેડવામાં આવી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પોલીસે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ને કહ્યું હતું કે શહેરમાં રામ નવમીની ઉજવણીને કારણે તેઓ મેચ માટે પૂરતી સુરક્ષા પૂરી પાડી શકશે નહીં. તેથી BCCI એ મેચની તારીખ બદલી. તેથી 8 એપ્રિલે એટલે કે આજના દિવસે 2 મેચ રમાશે.