ઇન્દોરના હોલકર સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વિરાટ કોહલી સાથે છે ખાસ સંબંધ

India Pakistan Tensions: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વધી રહ્યો છે. વિરાટ કોહલી સાથે ખાસ જોડાણ ધરાવતા સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે દિલ્હીના મેદાનનને પણ ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 5 દિવસમાં 4 વખત ભારતના કોઈને કોઈ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે MPCA ને ઇન્દોરના હોલકર સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
આ પણ વાંચો: ભારતે બદલામાં પાકિસ્તાનને કેટલું નુકસાન પહોંચાડ્યું? કર્નલ સોફિયાએ આપી માહિતી
સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
પાકિસ્તાન સતત સરહદ નજીકના ભારતીય ગામડાઓ અને શહેરોને નિશાન બનાવી રહ્યું છે. ભારતમાં તેને ધ્યાનમાં રાખીને આઈપીએલ એક અઠવાડિયા માટે મોફૂક રાખવામાં આવી છે. પાકિસ્તાન એક પછી એક વાર કરી રહી છે. જેનો જવાબ ભારતીય સેના બહુ સારી રીતે આપી રહી છે. પરંતુ આ વચ્ચે ઘણી જગ્યાએ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. પાકિસ્તાનમાંથી એક ઈમેલ દ્વારા ઈન્દોરના હોલકર સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તમને જણાવી દઈએ આ એજ મેદાન છે જ્યાં વિરાટે બેવડી સદી ફટકારી હતી.