IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ માટે બુમરાહ પહોંચ્યો દુબઈ, આ ભૂમિકામાં મળશે જોવા

IND vs PAK: ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાની મેચની શરૂઆત થઈ ગઈ છે. પાકિસ્તાનની ટીમે ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ વચ્ચે બુમરાહ પણ દુબઈ આવી ગયો છે. તમને જણાવી દઈએ કે ઈજાને કારણે તે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ મેચ સમયે લોકો તેને સ્ટેડિયમમાં જોઈ શકશે પરંતુ તે પાકિસ્તાન સામેની મેચમાં રમી નહીં શકે.
JASPRIT BUMRAH AT DUBAI…!!!!
– Bumrah will be watching India vs Pakistan at the Ground. [📸: Sahil Malhotra] pic.twitter.com/r1jp57ylTN
— Johns. (@CricCrazyJohns) February 23, 2025
આ પણ વાંચો: IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, A થી Z સુધી બધું જાણો
જસપ્રીત બુમરાહ દર્શક બન્યો
પાકિસ્તાન અને ઈન્ડિયાની મેચ દુનિયાભરમાં રાહ જોવાતી હોય છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચમાં બેસ્ટ બોલર બુમરાહ રમી શકવાનો નથી. જેની ખોટ તો રહેવાની જ છે. પરંતુ આ વચ્ચે બુમરાહ દુબઈ પહોંચ્યો છે. તે આ મેચમાં દર્શક તરીકે હાજરી આપશે. બુમરાહનું પ્રદર્શન સતત સારું જોવા મળી રહ્યું હતું. તેણે 43 મેચ રમી છે જેમાં તેમણે 68 વિકેટ લીધી છે. બુમરાહે તાજેતરમાં યોજાયેલી T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી