IND vs NZ: વિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડવાની તક

IND vs NZ Final: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ 9 માર્ચે રવિવારે રમાશે. જેમાં તમામની નજર વિરાટ પર રહેલી છે. આ મેચમાં સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાની તક હશે. 95 રન બનાવતાની સાથે જ વિરાટ ઇતિહાસ રચી દેશે.

વિરાટ કોહલી ઇતિહાસ રચશે
95 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી ઇતિહાસ રચી દેશે. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. ન્યુઝીલેન્ડ સામે 42 વનડેની 41 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 46.05 ની સરેરાશથી કુલ 1750 રન બનાવ્યા છે. જો કોહલી ફાઇનલ મેચમાં 95 રન બનાવે છે તો ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

આ પણ વાંચો: SA vs NZ: રચિન-વિલિયમસનની જોડીએ 21 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી નાંખ્યો

ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓ

  • સચિન તેંડુલકર – 1750 રન
  • વિરાટ કોહલી – 1656રન
  • વીરેન્દ્ર સેહવાગ – 1157 રન
  • મોહમ્મદ અઝહરુદ્દીન – 118 રન
  • સૌરવ ગાંગુલી – 1079 રન