May 22, 2024

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે?

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ શ્રેણી રોમાંચક જોવા મળી રહી છે. આ સિરીઝમાં બંને ટીમો હાલમાં 1-1 થી બરાબરી પર છે. ઈંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચની વાત કરવામાં આવે તો 28 રને જીતી મેળવી હતી. પરંતુ બીજી જ મેચમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. જેમાં 106 રનથી જીત મેળવી હતી. જેના કારણે સિરીઝની ત્રીજી મેચ ઘણી મહત્વની બની ગઈ છે. પરંતુ આ વચ્ચે સવાલ એ છે કે આ મેચ ક્યારે છે અને ક્યાં રમાશે.

ત્રીજી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે?
5 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદ રમાઈ હતી તો બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. હવે શ્રેણીની બીજી મેચ ગુજરાતના રાજકોટમાં રમવામાં આવશે. બંને ટીમો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. આ મેચની વાત કરવામાં આવે તો 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 19 ફેબ્રુઆરી સુધી રમાશે. બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે 8 દિવસનું અતંર રખાયું છે.

આ પણ વાંચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

સ્ટેડિયમનું નામ બદલાશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે. ટોસ સવારે 9 વાગ્યે કરવામાં આવશે. આ મેચ રમાશે તે પહેલા આ સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ મેદાનનું નામ નિરંજન શાહના નામ પર રાખવામાં આવશે. સ્ટેડિયમના નવા નામનું અનાવરણ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ દ્વારા કરવામાં આવશે. સ્ટેડિયમની વાત કરવામાં આવે તો રાજકોટથી 12 કિમી દૂર ખંઢેરીમાં કુલ 75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ 5.50 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. આ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો 20 થી વધુ દેશોના સ્ટેડિયમની ડિઝાઈનો પહેલા જોવામાં આવી હતી. ત્યાર બાદ આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત
ભારતીય ટીમ અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પાકિસ્તાન અથવા ઓસ્ટ્રેલિયા સામે આજે મેચ રમી શકે છે. જોકે અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી તો જોરદાર જ રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્યારે હવે ટુર્નામેન્ટની બીજી ફાઇનલિસ્ટ નક્કી કરવાનો સમય થઈ ગયો છે. અંડર 19 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાશે. આજે જે મેચ રમાશે તેમાં જેની જીત થશે તેની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો કરશે. તમને જણાવી દઈએ આ મેચ વિલોમૂર પાર્કમાં રમાવાની છે.