‘પહલગામ હુમલાના આતંકવાદીઓને ઓળખો…’, શિવસેના આપશે રૂ.10 લાખનું વધારાનું ઈનામ

Shivsena Announce reward: 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે, પરંતુ સુરક્ષા દળો હજુ સુધી તેમના સુધી પહોંચી શક્યા નથી. જોકે સુરક્ષા દળોએ આતંકવાદીઓ પર 20 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું છે, પરંતુ હજુ સુધી આ આતંકીઓ વિશે કોઈ ઈનપુટ પ્રાપ્ત નથી થયું. હવે શિવસેના (એકનાથ શિંદે જૂથ) દ્વારા આ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. શિવસેનાએ જાહેરાત કરી છે કે જે કોઈ પણ આ આતંકવાદીઓની ઓળખ કરશે તેને પાર્ટી દ્વારા વધારાના ઈનામ આપવામાં આવશે.

સેનાએ પહેલાથી જ 20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે
શિવસેનાએ પહલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોની ઓળખ કરવા બદલ 10 લાખ રૂપિયાના વધારાના ઈનામની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીર પોલીસે ત્રણ શંકાસ્પદોની તસવીરો જાહેર કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે, જેમના પર 20 લાખ રૂપિયાનું ઇનામ પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું છે. શિવસેનાની આ પહેલ જમ્મુ અને કાશ્મીર પોલીસના પ્રયાસોને ટેકો આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી છે જેથી ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે પકડી શકાય.

શિવસેના 10 લાખ રૂપિયા આપશે
શિવસેનાએ આ અંગે એક પત્ર પણ જારી કર્યો હતો જેમાં લખ્યું હતું કે,’ આતંકવાદ સામે કડક વલણ અપનાવતા, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ આજે ​​પહલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદોને ઓળખવામાં મદદ કરતી માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.